ઑટો સેક્ટરનું રીટેલ વેચાણ જુલાઈમાં આઠ ટકા ઘટ્યું

05 August, 2022 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅસેન્જર વેહિકલનું વેચાણ પાંચ ટકા ઘટ્યું, ટ્રૅક્ટરનું ૨૮ ટકા ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

પૅસેન્જર વાહનો, ટૂ-વ્હીલર અને ટ્રૅક્ટરની નોંધણીમાં ઘટાડો થવાને કારણે જુલાઈમાં ભારતમાં ઑટોમોબાઇલ રીટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે આઠ ટકાનો ઘટાડો થયો હતો. ગુરુવારે ઑટોમોબાઇલ ડિલર્સ બોડી ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડિલર્સ અસોસિયેશન (ફાડા) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, ગયા મહિને એકંદર ઑટોમોબાઇલ રીટેલ વેચાણ ૧૪,૩૬,૯૨૭ યુનિટ હતું, ગત વર્ષે જુલાઈ ૨૦૨૧માં ૧૫,૫૯,૧૦૬ યુનિટ હતું.

પૅસેન્જર વેહિકલ રીટેલ વેચાણ જુલાઈમાં પાંચ ટકા ઘટીને ૨,૫૦,૯૭૨ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના ગાળામાં ૨,૬૩,૨૩૮ યુનિટ હતું. ટૂ-વ્હીલરનું વેચાણ ૧૧ ટકા ઘટીને ૧૦,૦૯,૫૭૪ યુનિટ થયું છે. ટ્રૅક્ટરનું વેચાણ ૫૯,૫૭૩ યુનિટ થયું છે, જેમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે.

ફાડાના પ્રમુખ વિંકેશ ગુલાટીએ નોંધ્યું હતું કે જુલાઈના આંકડામાં ઘટાડો હોવા છતાં સેગમેન્ટમાં નવા મૉડલ્સ, ખાસ કરીને કૉમ્પેક્ટ એસયુવી વૃદ્ધિમાં મદદરૂપ થવાનું ચાલુ રહે છે. આ સાથે આગામી મહિનાઓમાં વધુ સારો પુરવઠો લાંબા વેઇટિંગને કારણે ગ્રાહકોની ચિંતાને ઘટાડવામાં મદદ કરશે.

business news automobiles