દર મહિને કરો 42 રૂપિયાનું રોકાણ, થશે 5000 રૂપિયાની આવક

23 July, 2019 01:46 PM IST  | 

દર મહિને કરો 42 રૂપિયાનું રોકાણ, થશે 5000 રૂપિયાની આવક

પ્રતીકાત્મક તસવીર

અટલ પેન્શન યોજના (APY) અસંગઠિત ક્ષેત્રથી જોડાયેલા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે પેન્શન યોજના. આ વીમા અને પેન્શન સેક્ટરની એક સામાજિક સુરક્ષા યોજના છે, જેને સરકાર દ્વારા દેશના બધા નાગરિકોને 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધી પેન્શનની યોજના બનાવવા માટે લૉન્ચ કરવામાં આવી હતી.

આ યોજનાની દેખરેખ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા કરવામાં આવે છે. આ યોજના કોઈપણ વ્યક્તિને છાવણી બાદ નિયમિત પેન્શન પ્રદાન કરવા માટે ગેરેન્ટી આપે છે. કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે, તેઓ આ યોજનામાં સામેલ થઈ શકે છે.

આ રહેશે માસિક યોગદાનની રાશિ

આ યોજનામાં જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરમાં સામેલ થાય છે તો એમણે 1,000થી 5,000ની વચ્ચે ફિક્સ્ડ પેન્શન મેળવવા માટે 42 રૂપિયાથી લઈને 210 રૂપિયા સુધી માસિક યોગદાન આપવાના રહેશે. બીજી તરફ, જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરમાં યોજનામાં સામેલ થાય છે, તો એમણે 1,000થી 5,000 રૂપિયાની વચ્ચે ફિક્સ્ડ માસિક પેન્શન મેળવવા માટે 291થી 1,454 રૂપિયા પ્રતિ મહિના સુધી માસિકલ યોદગાન આપવાના રહેશે. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરમાં અટલ સેવા યોજનામાં સામેલ થાય છે, તો એને પેન્શન પ્રાપ્તિ માટે ઓછામાં ઓછા 20 વર્ષો સુધી પ્રીમિયમ ભરવાની જરૂરત રહેશે. PFRDAની વેબસાઈટ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રત્યેક યોગ્ય સબ્સક્રાઈબરના 5 વર્ષ સુધી કુલ યોગદાનનો અડધો અથવા 1,000 રૂપિયા પ્રતિ વર્ષ, જે પણ ઓછું રહેશ, એ પોતે જમા કરાવશે.

આ પણ વાંચો : Air India નહીં થાય નવી ભરતી અને પ્રમોશન, સરકારનો આદેશ

સબ્સક્રાઈબરને એસએમએસથી આવશે યોગદાનનું અલર્ટ

અટલ પેન્શન યોજનાના સબ્સક્રાઈબરને સમયસર ખાતામાં બેલેન્સ વગેરેની જાણકારી આપવામાં આવે છે. આ સૂચના એસએમએસ અલર્ટ અને ખાતાના ભૌતિક સ્ટેટમેન્ટ દ્વારા પણ આપવામાં આવે છે. આ યોજનામાં સબ્સક્રાઈબર્સને યોજનાના હેઠળ માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક યોગદાનની અનુમતિ પ્રાપ્ત થાય છે. યોજાનના બધા યોગદાન સબ્સક્રાઈબરના બચત ખાતાથી ઑટો ડેબિટ સુવિધા દ્વારા લેવામાં આવે છે.

business news