રોજ માત્ર 7 રૂપિયા બચાવો અને મેળવો 5 હજારનું પેન્શન

16 September, 2019 06:45 PM IST  |  મુંબઈ

રોજ માત્ર 7 રૂપિયા બચાવો અને મેળવો 5 હજારનું પેન્શન

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકો પોતાના ભવિષ્યને લઈને ખાસ કરીને વૃદ્ધાવસ્થાને લઈને ચિંતિત હોય છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકો માટે સોશિયલ સિક્યોરિટી આપવા 2015માં અટલ પેનશન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનામાં રોકાણ કરવું એવા લોકો માટે ફાયદાકારક છે, જેમની પાસે નિવૃત્તિ પછી આવકનું કોઈ સાધન નથી હોતું.

નરેન્દ્ર મોદી સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત તમે રોજના 7 રૂપિયા બચાવીને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. આ સ્કીમ ઓછી આવક ધરાવતા લોકો માટે અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે ઉપયોગી છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીની વેબસાઈટ પ્રમાણે 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના લોકો આ યોજના સાથે જોડાઈ શકે છે. જો કે આ યોજનાનો લાભ એ જ લોકો ઉઠાવી શકે છે, જેઓ ઈન્કમટેક્સ સ્લેબથી બહાર છે. આ યોજનામાં રોકાણ કરનાર લોકોને 60 વર્ષથી વધુ ઉંમર બાદ યોગદાન પ્રમાણે 1000 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળશે.

આ યોજના અંગે મહત્વની માહિતી

1. અટલ પેન્શન યોજના સાતે જોડવા માટે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતા સાથે આધારકાર્ડ લિંક હોવું જરૂરી છે.

2. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને તમારે નાની રકમ રોકવી જરૂરી છે. આ રકમ તમારી ઉંમર પ્રમાણે અને તમે કયો પેન્શનલ સ્લેબ પસંદ કરો છો, તે મુજબ હોય છે. તેનો અર્થ છે કે તમે જેટલા વહેલા રોકાણ શરૂ કરશો, એટલો ફાયદો વધુ થશે.

3. આ યોજનામાં 18થી 40 વર્ષની ઉંમરના લોકો જોડાઈ શકે છે, અને તેનો લાભ 60 વર્ષની ઉંમર બાદ મળે છે. એટલે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવા માટે 20 વર્ષની ઉંમર જરૂરી છે.

આ પણ વાંચોઃ આ રીતે ઓછો કરો હોમ લોનનો EMI, વાપરો આ ટિપ્સ

4. આ યોજનામાં માસિક, ત્રિમાસિક, છમાસિક રોકાણ કરી શકાય છે.

5. અટલ પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવનારનું મૃત્યુ થાય તો પણ પરિવારને આર્થિક મદદ રહેશે. જો 60 વર્ષની ઉંમર પહેલા જ રોકાણ કરનાર વ્યક્તિનું મોત થાય તો તમારી પત્ની આ યોજનામાં પૈસા જમા કરાવી શકે છે. આ રીતે દર મહિને પેન્શન મળી શકે છે. બીજો વિકલ્પ છે કે જે તે વ્યક્તિની પત્ની પોતાના પતિ બાદ એક સાથે રોકેલી રકમનો દાવો કરી શકે છે. જો પત્નીનું પણ મોત નીપજે તો આ રકમ એકસાથે નોમિનીને આપવાની જોગવાઈ છે.

business news