કોરોનાને લીધે માગ ઘટવાથી અશોક લેલેન્ડે ઉત્પાદન ઘટાડ્યું

04 May, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની અશોક લેલેન્ડે કોરોનાના બીજા મોજાને કારણે માગમાં ઘટાડો થવાથી પોતાનાં ઉત્પાદન કેન્દ્રોમાં કામકાજ ઘટાડી દીધું છે.

ફાઈલ તસવીર

હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની અશોક લેલેન્ડે કોરોનાના બીજા મોજાને કારણે માગમાં ઘટાડો થવાથી પોતાનાં ઉત્પાદન કેન્દ્રોમાં કામકાજ ઘટાડી દીધું છે. 

કંપનીએ સ્ટૉક એક્સચેન્જને મોકલેલી સૂચનામાં જણાવ્યું છે કે હાલતુરત કંપનીની તમામ પ્રોડક્ટ્સની માગ પર વિપરીત અસર થઈ હોવાથી પ્લાન્ટ્સમાં ઉત્પાદન ઘટાડી દેવાયું છે. મે મહિનામાં સાતથી પંદર દિવસ પૂરતું જ કામકાજ થશે. દેશમાં કોરોનાની સ્થિતિના આધારે અમે આવશ્યક ફેરફાર કરતાં રહીશું. જોકે સંરક્ષણ દળો માટેની જરૂરિયાતો પૂરી કરવાનું કામકાજ ચાલુ રહેશે. ઉપરાંત કમર્શિયલ વાહનોના આવશ્યક છૂટા ભાગ પૂરા પાડવાનું કામ પણ થતું રહેશે. 

business news