કોરોનાનો વ્યાપ વધતાં કૉટન એડ્વાઇઝરી બોર્ડે રૂના વપરાશનો અંદાજ ઘટાડ્યો

04 May, 2021 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂની એક્સપોર્ટ અને ઉત્પાદનનો અંદાજ પણ ઘટાડ્યો, કેરિફૉર્વર્ડ સ્ટૉકનો અંદાજ વધાર્યો

ફાઈલ તસવીર

અગાઉ સીએબી (કૉટન એડ્વાઇઝરી બોર્ડ)થી ઓળખાતી પણ હવે સીઓસીપીસી (કમિટી ઓન કૉટન પ્રોડક્શન અને કન્ઝમ્પશન)ની ૩૦ એપ્રિલે યોજાયેલી મીટિંગમાં કોરોનાના કારણે રૂનો વપરાશ ૩૩૦ લાખ ગાંસડી (૧૭૦ કિલોની)થી ઘટાડીને ૩૦૩ લાખ ગાંસડી કરાયો હતો. આ ઉપરાંત રૂની એક્સપોર્ટ અને ઉત્પાદનનો અંદાજ ઘટાડ્યો હતો, પણ તેની સામે રૂનો કેરિફૉર્વર્ડ સ્ટૉક નવી સીઝન માટે વધારવામાં આવ્યો હતો. 

સીઓસીપીસીની ૩૦ એપ્રિલે યોજાયેલી મીટિંગમાં રૂનું ઉત્પાદન ચાલુ વર્ષનું ઘટાડીને ૩૬૦ લાખ ગાંસડી કરાયું હતું જે અગાઉની મીટિંગમાં ૩૭૧ લાખ ગાંસડી મુકાયું હતું જ્યારે રૂનો વપરાશ ઘટાડીને ૩૦૩ લાખ ગાંસડી કરાયો હતો જે અગાઉની મીટિંગમાં ૩૩૦ લાખ ગાંસડી મુકાયો હતો તે જ રીતે રૂની એક્સપોર્ટ ઘટાડીને ૭૦ લાખ ગાંસડી મુકાઈ હતી જે અગાઉની મીટિંગમાં ૭૫ લાખ ગાંસડી મુકાઈ હતી. રૂની ઇમ્પોર્ટનો અંદાજ ૧૧ લાખ ગાંસડી જાળવી રાખવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર ૧૩૩.૭૩ લાખ હેક્ટરથી વધારીને ૧૩૪.૭૭ લાખ હેક્ટર કરાયો હતો. રૂનો એન્ડિંગ સ્ટૉક ૧૧૮.૭૯ લાખ ગાંસડી મુકાયો હતો જે અગાઉની મીટિંગમાં ૯૮.૭૯ લાખ ગાંસડી મુકાયો હતો.

business news