આઠ મોટાં શહેરોમાં ૭.૮૫ લાખ ઘર વેચાણ વગરનાં : અહેવાલ

06 October, 2022 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘરોનું વેચાણ કરવા માટે ૩૨ મહિનાનો સમય જોઈએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

રિયલ એસ્ટેટ ડેવલપર્સના જણાવ્યા અનુસાર આઠ મોટાં શહેરોમાં લગભગ ૭.૮૫ લાખ ઘરો વેચાણ વગરનાં પડ્યાં છે અને પ્રૉપટાઇગરના જણાવ્યા અનુસાર વર્તમાન વેચાણ વેગ પર આ સ્ટૉક્સને ક્લિયર કરવામાં બિલ્ડરોને ૩૨ મહિનાનો સમય લાગશે.

જોકે, દિલ્હી-એનસીઆર રેસિડેન્શ્યલ માર્કેટ - જે આમ્રપાલી, જેપી ઇન્ફ્રાટેક અને યુનિટેક જેવા ઘણા મોટા બિલ્ડરોના ડિફૉલ્ટને કારણે પ્રતિકૂળ અસર પામી છે  અને ત્યાં એક લાખથી વધુ ન વેચાયેલા હાઉસિંગ એકમોને વેચવામાં ૬૨ મહિનાનો સમય લાગશે.

હાઉસિંગ બ્રોકરેજ ફર્મના ડેટા દર્શાવે છે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ન વેચાયેલી હાઉસિંગ ઇન્વેન્ટરી વધીને ૭,૮૫,૨૬૦ યુનિટ થઈ ગઈ છે જે અગાઉના ક્વૉર્ટરના અંતે ૭,૬૩,૬૫૦ ન વેચાયેલા એકમો હતા.

કન્સલ્ટન્ટ અમદાવાદ, દિલ્હી એનસીઆર (દિલ્હી, ગુરુગ્રામ, નોએડા, ગ્રેટર નોએડા, ગાઝિયાબાદ, અને ફરીદાબાદ), ચેન્નઈ, બૅન્ગલોર, હૈદરાબાદ, કલકત્તા, મુંબઈ મેટ્રોપોલિટન રીજન (બોઇસર, ડોમ્બિવલી, મુંબઈ, માઝગાવ) - આઠ શહેરોના પ્રાથમિક હાઉસિંગ માર્કેટને ટ્રૅક કરે છે. આ આઠ શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૨માં હાઉસિંગનું વેચાણ ૪૯ ટકા વધીને ૮૩,૨૨૦ યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૫૫,૯૧૦ યુનિટ્સનું વેચાણ થયું હતું.

business news