ભારતમાં બનનાર Iphone ઓગસ્ટથી માર્કેટમાં જોવા મળી શકે છે

12 July, 2019 08:28 PM IST  |  Mumbai

ભારતમાં બનનાર Iphone ઓગસ્ટથી માર્કેટમાં જોવા મળી શકે છે

Mumbai : જેની ભારતના તમામ લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે Iphone નું ભારતમાં બનવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે મળતી માહિતી મુજબ કંપની ઓગષ્ટ મહિનામાં ભારતીય માર્કેટમાં લાવશે. ન્યૂઝ એજન્સી રૉયટર્સે ગુરૂવારે આ અંગેનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. તેના અહેવાલ મુજબ આ ફોન માર્કેટમાં લોન્ચ કરતાં પહેલાં કેન્દ્રમાંથી કેટલીક મંજુરી મેળવવાની બાકી છે. પરંતુ આશા છે કે, આઈફોન XR અને XS ઓગસ્ટ મહિનામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી શકે છે. ફોક્સકૉન કંપની એપલ માટે ભારતમાં નવા આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. ભારતમાં આઈફોન XRની પ્રારંભિક કિંમત અંદાજે રૂપિયા 56 હજારની આસપાસ જ્યારે XSની કિંમત અંદાજે 1 લાખ હોઈ શકે છે.


Iphone મોંઘા હોવાથી ભારતમાં એપલનું માર્કેટ શેરિંગ માત્ર 1 ટકા
ભારતમાં અત્યારસુધી આઈફોન માત્ર ઇમ્પોર્ટ કરીને વેચવામાં આવતા હતા. તેની આયાત પર 20 ટકા આયાત ડ્યુટી લાગતી હતી. જેના કારણે તેનું ભારતમાં માર્કેટ શેરિંગ માત્ર 1 ટકા જ હતું. હવે તેનું ઉપ્તાદન ભારતમાં જ થઈ રહ્યું હોવાથી કંપનીનો આયાત ખર્ચ બચી જશે. જેના પગલે ફોનની કિંમતમાં પણ ઘટાડો થશે. સાથે એપલ લોકલ સોર્સિંગના નિયમોને પણ પૂરા કરશે.ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં એપલનાં ડિવાઈસ લોકોને ખૂબ પસંદ છે, પરંતુ કિંમત વધુ હોવાના કારણે દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી. જેના પગલે માર્કેટમાં તેની ભાગીદારી ઓછી રહે છે.


આ પણ જુઓ : ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

એપલના સસ્તા મોડલ SE, 6S અને આઈફોન 7નું એસેમ્બલિંગ ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે. વિસ્ટ્રોન કૉર્પ કંપનીના બેંગ્લોર યુનિટમાં તેનું એસેમ્બલિંગ કરવામાં આવે છે. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના અહેવાલ મુજબ ભારતમાં એસેમ્બલ થયેલા આઈફોન યુરોપમાં એક્સપોર્ટ કરવામાં આવી શકે છે.

technology news iphone apple business news