Appleએ રચ્યો ઇતિહાસ, બની 150 લાખ કરોડની કંપની

20 August, 2020 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Appleએ રચ્યો ઇતિહાસ, બની 150 લાખ કરોડની કંપની

એપ્પલ (ફાઇલ ફોટો)

વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપ્પલTech Company Apple)ની માર્કેટ કંપની કૅપ પહેલી વાર 2 ટ્રિલિયન ડૉલર પહોંચી ગઈ છે. આ મુકામ સુધી પહોંચનારી એપ્પલ પહેલી અમેરિકન કંપની છે. આ પહેલા વર્ષ 2018માં કંપનીએ 1 ટ્રિલિયન ડૉલર(75 લાખ કરોડ રૂપિયા)ની માર્કેટ કૅપ મેળવી હતી. અમેરિકન શૅર માર્કેટની પ્રમુખ સ્ટૉક એક્સચેન્જ નેસડૅક પર બુધવારે એપ્પલના શૅર પોતાના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. આ કારણે કંપનીની માર્કેટ કૅપ 2 ટ્રિલિયન ડૉલર (લગભગ 150 લાખ કરોડ રૂપિયા) પાર પહોંચી ગઈ છે. જણાવવાનું કે આઇફોન(iPhone) બનાવનારી આ કંપની 12 ડિસેમ્બર 1980ના શૅર માર્કેટમાં લિસ્ટ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી કંપનીના શૅર 76000 ટકા રિટર્ન આપી ચૂક્યા છે.

2 લાખ કરોડ ડૉલરની કંપનીનું મહત્વ
હાલના સમયમાં માર્કેટ કૅપ પ્રમાણે એપ્પલ વિશ્વની સૌથી મોટી કંપની છે. કંપનીની માર્કેટ કૅપ કેટલાય દેશોની જીડીપી જેમ કે રશિયા, બ્રાઝીલ, ઇટલી, કૅનેડા, સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, સ્પેન, મેક્સિકો, ટર્કી, તાઇવાન, UAE અને નૉર્વે કરતા વધારે થઈ ગઈ છે.

કંપનીના શૅરમાં કેમ આવી રહી છે આટલી તેજી?
પહેલા 1 ટ્રિલિયન ડૉલરની માર્કેટ કૅપ મેળવી હતી. યૂએસ સ્ટીલે 1901માં 1 બિલિયન ડૉલરની માર્કેટ કૅપ મેળવી હતી. જો કે વિશ્વની વાત કરીએ તો એપ્પલ 2 ટ્રિલિયન ડૉલરની માર્કેટ કૅપ મેળવનારી પહેલી કંપની નથી. સાઉદી અરામકો ગયા વર્ષે સ્ટૉક માર્કેટમાં આવતાં જ આ મુકામે પહોંચી ગઈ હતી. એક્સપર્ટ્સ પ્રણે એપ્પલના નવા 5G આઇફોનને લઈને ઘણી આશાઓ છે. તેથી તેના શૅરમાં તેજી જોવા મળી રહી છે.

ચીનને આપી શકે છે ઝટકો એપ્પલ
કોરોના વાયરસ મહામારી વચ્ચે ચીનને વધુ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. એપ્પ્લ અસેમ્બલી પાર્ટનર પેગાટ્રૉન ભારતમાં પોતાનો પહેલો પ્લાન્ટ લગાવશે.

પેગાટ્રૉન વિશ્વની સૌથી મોટી મોબાઇલ કૉન્ટ્રૅક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. જૂનમાં સરકારે વિશ્વના ટૉપ સ્માર્ટફોન નિર્માતાઓને અટ્રૅક્ટ કરવા માટે 6.6 અરબ ડૉલરની યોજના બનાવી, જેમાં નાણાંકીય પ્રોત્સાહન અને ઉપયોગમાં આવતાં ક્લસ્ટરની રજૂઆત કરવામાં આવી.

business news apple