દેશની મોટી IT કંપની Wipro ની જાહેરાત, કર્મચારીઓને આપશે 1 લાખ બોનસ

18 July, 2019 09:58 PM IST  |  Mumbai

દેશની મોટી IT કંપની Wipro ની જાહેરાત, કર્મચારીઓને આપશે 1 લાખ બોનસ

Mumbai : દેશની મોટી આઇટી કંપની વિપ્રોએ પોતાના જૂનિયર કર્મચારીઓ માટે મોટી ભેટ આપવાની છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર કંપની જૂનિયર કર્મચારીઓને એક લાખ બોનસના રૂપમાં આપવા જઇ રહી છે. તેનો હેતુ કંપનીમાં કર્મચારીઓને જાળવી રાખવાનો છે. તમને જણાવી દઇએ કે આઇટી કંપની વિપ્રોને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 2,387.6 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ ગત વર્ષની જૂન ત્રિમાસિક કરતાં 12.5 ટકા વધુ છે. તે સમયે 2,120.8 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જોકે માર્ચ ત્રિમાસિક 2,483.5 કરોડ રૂપિયાના ફાયદાના મુકાબલે જૂન ત્રિમાસિકમાં નફો 3.8 ટકા ઓછો થયો છે. 

અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર 3-4 વર્ષથી કંપની સાથે જોડાયેલા જૂનિયર કર્મચારીઓની સેલરીમાં 10 ટકાનો વધારો કરવા જઇ રહી છે. તો બીજી તરફ કંપનીએ સીનિયર કર્મચારીઓની સેલરીમાં 4-5 ટકાનો વધારો થશે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

એક્સપર્ટ કહે છે કે સામાન્ય રીતે, નવા એન્જીનિયર્સ પાસે ડિજિટલ, ક્લાઉડ જેવા ફીલ્ડનું સારું નોલેજ હોય છે અને વિપ્રો આ ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ વધારી રહી છે. વિપ્રોએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે આઇટી ક્ષેત્રમાં તેમની પ્રતિદ્વંદ્વી કંપનીઓનો ટેલેન્ટ જોબ સ્વિચ કરીને આમતેમ અથવા પછી ભારતમાં પગ પેસારો કરી રહેલી બીજી કોઇ નવી કંપનીમાં જઇ રહ્યા છે.

business news wipro