અનિલ અંબાણી માટે સારા સમાચાર, મળ્યો 7 હજાર કરોડનો પ્રોજેક્ટ

26 June, 2019 08:28 PM IST  |  મુંબઈ

અનિલ અંબાણી માટે સારા સમાચાર, મળ્યો 7 હજાર કરોડનો પ્રોજેક્ટ

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રસ્ટ્રક્ચરે બુધવારે કહ્યું કંપનીને મુંબઈમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી 7 હજાર કરોડ રૂપિયાનો વર્સોવા બાંદ્રા સી લિંક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. દેવામાં ડૂબેલી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ રાહતના સમાચાર મનાઈ રહ્યા છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળેલા પ્રોજેક્ટ વર્સોવા-બાંદ્રા સી લિંકનો પ્રોજેક્ટ 17.17 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ બાંદ્રા-વર્લી સી લિંક કરતા ત્રણ ગણો લાંબો છે. ઉલ્લેખનીય છે કે બાંદ્રા-વર્લી સી લિંક 5.6 કિલોમીટર લાંબો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એક ફાયલિંગમાં કંપનીએ કહ્યું છે કે આ કોન્ટ્રેક્ટ મળવાની ડેટ 24 જૂન 2019થી 60 મહિનામાં કંપની પ્રોજેક્ટ પૂરો કરવા માટે તૈયાર છે. સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે વર્સોવા બાંદ્રા સી લિંકને કારણે મુંબઈના નાગરિકોને વર્સોવાથી બાંદ્રા સુધી લાગતા સમયમાંથી 80 મિનિટ બચી જશે. હાલ આટલું અંતર કાપતા 90 મિનિટ લાગે છે. સી લિંક બન્યા બાદ માત્ર 10 જ મિનિટમાં આ અંતર કાપી શકાશે.

ઉલ્લેખનીય છે કે રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે પાછલા સપ્તાહાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની લોંગ ટર્મ ઈશ્યુઅર રેટિંગ ઘટાવીને ડી ઈશ્યુઅર નોટ કોઓપરેટિંગ કર્યું હતું.

business news anil ambani reliance