અનિલ અંબાણીની 3 કંપનીઓ પર ફંડ ડાયવર્ઝનની આશંકા, 5,500 CR.ના તપાસના આદેશ

10 July, 2019 08:35 PM IST  | 

અનિલ અંબાણીની 3 કંપનીઓ પર ફંડ ડાયવર્ઝનની આશંકા, 5,500 CR.ના તપાસના આદેશ

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની R.COM સહિતની 3 કંપનીઓ પર SBI અને અન્ય લેણદાર બેન્કોને કંપનીના ફન્ડને ડાયવર્ઝન કરાયા હોવાની આશંકા છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર ફંડ ડાયવર્ટ કરાયા હોવાની માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર SBI દ્વારા કરાયેલી તપાસમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના 5,500 કરોડ રૂપિયાની લેવડ-દેવડ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જો કે આરકોમ દ્વારા આવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાની વાત નકારવામાં આવી છે અને કહ્યું હતું કે, આ આરોપ આધારહિન છે.

આ રિપોર્ટ અનુસાર બેન્કોનું માનવુ છે કે અનિલ અંબાણીની કંપનીઓ દ્વારા એવી કંપનીઓ સાથે ડીલ કરવામાં આવી છે જેમાં રિલાયન્સ ગ્રુપના કર્મચારીઓ જ ડાોયરેક્ટર હતા . રિપોર્ટ અનુસાર આરકોમ, રિલાયન્સ ટેલીકોમ અને રિલાયન્સ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફન્ડ ફલોની તપાસમાં લોન આગળ વધારતા રહેવાની વાત બહાર આવી છે. રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને આ કંપનીઓની સાથે થયેલી પ્રેફરેન્શિયલ ડીલ પણ થઈ હોય તેવું કહેવાઈ રહ્યું છે જેમાં ગ્રુપના કર્મચારીઓ જ પોતે ડિરેક્ટર હતા. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: સાઈબર અટેક્સના કારણે 30 બિલિયન ડોલરનું નુકસાન!

SBIએ રિલાયન્સ ગ્રુપની ત્રણ કંપનીઓના મે 2017થી માર્ચ 2018 સુધીમાં ટ્રાન્ઝેક્શન સંબધિત એક લાખથી વધુ એન્ટ્રીની તપાસ કરી રહી છે. આ રિપોર્ટ મુજબ, એ જાણવા મળ્યું છે કે ખુબ જ વધુ લેવડ-દેવડની કોઈ જરૂર ન હતી. માત્ર એડજેસ્ટમેન્ટ કરવા માટે આ એન્ટ્રી કરવામાં આવી છે.

anil ambani gujarati mid-day business news