અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું

16 November, 2019 05:16 PM IST  |  Mumbai Desk

અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું

અનિલ અંબાણી

અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સના ડાયરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે અન્ય ચાર અધિકારીઓએ પણ રાજીનામાં આપી દીધા છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સના બીજા ત્રૈમાસિકમાં 30,142 કરોડનું ભારે નુકસાન થયું છે. કંપનીએ ઇન્સૉલવન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને કંપનીની સંપત્તિ વેંચાવાની છે. BSEને આપવામાં આવેલી માહિતીમાં અનિલ અંબાણી સિવાય રાજીનામાં આપનારામાં ચાર અધિકારીઓમાં છાયા વિરાની, રાયના કરાણી. મંજરી કૈકર અને સુરેશ રંગાચર છે જેમણે ડાયરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં મણિકંતને ડાયરેક્ટર અને ચીફ ફાઇનેન્શિયલ ઑફિસના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ત્રીજા ત્રિમાસીક પરિણામમાં 30,142 કરોડનું નુકસા
તમને જણાવી દઇએ કે શુક્રવારે રિલાયન્સ કોમ્યુનિકેશનના ત્રીજા ત્રિમાસીક ગાળાના પરિણામ આવ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં કંપનીને રૂ. 30,142 કરોડનું નુકસાન થયું છે. દેવાળિયા પ્રક્રિયામાં ચાલતી કંપનીએ ગત વર્ષે સમાન ત્રિમાસીક ગાળામાં રૂ. 1,141 કરોડનો નફો કર્યો હતો. જ્યારે આ ત્રિમાસીક ગાલામાં કંપનીની આવક ઘટીને 302 કરોડ થઈ ગઈ છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 977 કરોડ હતી. શેરબજારમાં પણ હાલ આરકોમના શેરની કિંમત માત્ર 59 પૈસા રહી છે.

reliance business news anil ambani