એન્જલ વનના દિનેશ ઠક્કરે જુહુમાં ૭૧૧ કરોડમાં G+7નો રેસિડેન્શિયલ ટાવર ખરીદ્યો

23 September, 2026 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટાવરનું પઝેશન ૨૦૩૧માં મળશે.

દિનેશ ઠક્કર

સ્ટૉકબ્રોકિંગ ફર્મ એન્જલ વન (Angel One)ના સ્થાપક, ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા એમ્બેસી ડેવલપમેન્ટ્સના લક્ઝરી પ્રોજેક્ટ એમ્બેસી ટેરાઝા (Embassy Terrazza)માં એક આખો ટાવર ૭૧૧ કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદવાનું નક્કી કર્યું છે. ૬૩,૦૦૦ ચોરસ ફુટના કાર્પેટ એરિયામાં ફેલાયેલા આ G+7 (ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ૭ માળ) ટાવરનો સોદો ભારતમાં જાહેર થયેલા સૌથી મોટા રેસિડેન્શિયલ સોદાઓમાંનો એક છે. આ ટાવરનું પઝેશન ૨૦૩૧માં મળશે.

business news gujaratis of mumbai real estate juhu