રિલાયન્સ કૅપિટલના વહીવટદારને મદદરૂપ થવા સલાહકાર સમિતિની રચના કરાઈ

01 December, 2021 04:01 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે રિલાયન્સ કૅપિટલના નવા નિમાયેલા વહીવટદારને મદદ કરવા માટે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિની રચના કરી છે. 

મુકેશ અંબાણી

રિઝર્વ બૅન્કે રિલાયન્સ કૅપિટલના નવા નિમાયેલા વહીવટદારને મદદ કરવા માટે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિની રચના કરી છે. 
કેન્દ્રીય બૅન્કે વહીવટદાર તરીકે સોમવારે બૅન્ક ઑફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નાગેશ્વર રાવ વાયની નિમણૂક કરી હતી. ઉક્ત સલાહકારી સમિતિના સભ્યોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર સંજીવ નૌટિયાલ, ઍક્સિસ બૅન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસન વરદરાજન અને તાતા કૅપિટલ લિમિટેડના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર પ્રવીણ પી. કડલેનો સમાવેશ છે. 
રિઝર્વ બૅન્ક રિલાયન્સ કૅપિટલની નાદારીની પ્રક્રિયાની શરૂઆત ટૂંક સમયમાં કરશે. નોંધનીય છે કે રિલાયન્સ કૅપિટલ ગઈ વાર્ષિક સાધારણ સભામાં શૅરધારકોને જણાવ્યું હતું કે તેમનું સંકલિત કરજ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરમાં એની સંકલિત ખોટ ૧૧૫૬ કરોડ રૂપિયા થઈ હતી.

business news reliance