Air Indiaના વેચાણ માટે રચાયેલા મંત્રીઓના સમૂહના પ્રમુખ હશે અમિત શાહ

18 July, 2019 07:27 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

Air Indiaના વેચાણ માટે રચાયેલા મંત્રીઓના સમૂહના પ્રમુખ હશે અમિત શાહ

Air Indiaના વેચાણ માટે રચાયેલા મંત્રીઓના સમૂહના પ્રમુખ હશે અમિત શાહ

એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ પર ફરી રચાયેલી મંત્રીઓના સમૂહની આગેવાની હવે કેન્દ્રીય મંત્રી અમિત શાહ કરશે. સૂત્રોના અનુસાર, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી હવે આ પેનલમાં સામેલ નથી. આ સમિતિ એર ઈન્ડિયાને વેચવાના ઉપાયો પર કામ કરશે. હવે આ સમિતિમાં ચાર સભ્યો હશે. અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને રેલ મંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી.

આ સમિતિની રચના પહેલી વાર 2017માં કરવામાં આવી હતી. એ સમયે તેમાં પાંચ સભ્યો હતા જેની આગેવાની તત્કાલિન નાણા મંત્રી અરૂણ જેટલી કરી રહ્યા હતા. અન્ય ચાર સભ્યોમાં તત્કાલિન નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂ, તત્કાલિન રેલ મંત્રી સુરેશ પ્રભુ, પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી હતા. આ સમિતિને એર ઈન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝન નામ આપવામાં આવ્યું હતું.

સૂત્રોના અનુસાર, GoMનું ગઠન મોદી સરકારના ફરી સત્તામાં આવ્યા બાદ કરવામાં આવ્યું અને ગડકરી હવે તેના સભ્ય નથી. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે AISAMનું પુનઃગઠન કરવામાં આવ્યું છે. હવે તે ચાર સભ્યોની સમિતિ છે. જેમાં પહેલા પાંચ સભ્યો સામેલ હતા.

આ પણ વાંચોઃ સરકાર બંધ કરશે 'ગરીબ' રથ ટ્રેનો, એસીમાં વધશે ભાડું

પોતાના છેલ્લા કાર્યકાળમાં મોદી સરકારે એર ઈન્ડિયામાં સરકારની 76 ટકા ભાગીદારી વેચવા માટે રોકાણકારોને બોલી લગાવવા માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ આ પ્રક્રિયા નિષ્ફળ રહી કારણ કે રોકાણકારોએ બોલી ન લગાવી. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ વખતે એર ઈંડિયામાં પોતાની 100 ટરકા ભાગીદારી વેચી શકે છે. ડિસેમ્બર 2019 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

amit shah nirmala sitharaman business news