અલીબાબાની હોંગકોંગના શેરબજારમાં લિસ્ટિંગની યોજના,આઈપીઓથી એકઠા કરશે પૈસા

20 November, 2019 03:53 PM IST  |  Mumbai

અલીબાબાની હોંગકોંગના શેરબજારમાં લિસ્ટિંગની યોજના,આઈપીઓથી એકઠા કરશે પૈસા

અલીબાબા લાવશે IPO


ચીનની દિગ્ગજ ઑનલાઈન રિટેઈલર કંપની અલીબાબા હોંગકોંગમાં આઈપીઓના માધ્યમથી 13 કરોડ અમેરિકી ડૉલર ભેગા કરવા માંગે છે. આ લગભગ એક દાયકામાં હોંગકોંગનો સૌથી મોટો આઈપીઓ હશે. કંપની આ વેચાણ માટે પોતાના શેરનું મૂલ્ય નક્કી કરવા જઈ રહી છે. એશિયાની સૌથી મોટી કંપનીને મહીનાઓથી ચાલી રહેલા હિંસક પ્રદર્શન અને ચીન-અમેરિકા ટ્રેડ વૉરથી પ્રભાવિત થવું પડી રહ્યું છે.

અલીબાબા 176 હોંગકોંગ ડૉલર પ્રતિ શેરના મૂલ્ય પર 50 કરોડ શેર વેચશે. આ તેની સાંકેતિક અધિકતમ કિંમત 188 હોંગકોંગ ડૉલરથી ઓછી છે. સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટના અનુસાર આનાથી કંપનીને 11 અરબ અમેરિકી ડૉલર ભેગા કરવામાં મદદ કરશે. જો કંપની વધારે ફંડ મેળવવા તરફ જશે તો તે 7.5 કરોડ શેર વધારે વેચી શકે છે. આ રીતે આઈપીઓથી કુલ 12.9 અરબ અમેરિકી ડૉલર ભેગા કરી શકે. અલીબાબાના શેર મંગળવારે ન્યૂયૉર્કમાં 0.35 ટકાના વધારા સાથે 185.25 ડૉલર પર બંધ થયા.

business news