હવે સસ્તી થશે પ્લેનની સફર, એર ઇન્ડિયા આપે છે 40 ટકાની છૂટ

10 May, 2019 05:26 PM IST  | 

હવે સસ્તી થશે પ્લેનની સફર, એર ઇન્ડિયા આપે છે 40 ટકાની છૂટ

એર ઇન્ડિયા (ફાઇલ ફોટો)

ફ્લાઇટમાં મુસાફરી કરવું હવે ખૂબ જ સસ્તું થવાનું છે. એર ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે તે તત્કાલ ફ્લાઇટની ટિકિટ બુકિંગ પર 40 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે લીધો છે. તેમના અનુસાર ગ્રાહક જો ફ્લાઇટ બોર્ડિંગના ત્રણ કલાક પહેલા ટિકિટ બુક કરશે તો તેને આ સ્કિમનો ફાયદો મળશે.

એર ઇન્ડિયાના આ નિર્ણયથી તે લોકોને વિશેષ લાભ મળશે જે ઇમરજન્સીની સ્થિતિને કારણે મુસાફરી કરતાં હોય છે. તેમને આ માટે ઘણી મોંઘી ટિકિટ ખરીદવી પડતી હતી. એર ઇન્ડિયાએ કહ્યું કે ઘણીવાર વધારે કિંમત હોવાથી હવાઇ મુસાફરી કરતાં અટકતાં હતા. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના બોર્ડિંગ સમયના ત્રણ કલાક પહેલા ફ્લાઇટમાં વધેલી સીટો પર ભારે માત્રામાં છૂટ આપવામાં આવશે. જે સામાન્ય રીતે 40 ટકા વધી જાય છે. માહિતી પ્રમાણે એર ઇન્ડિયા બુકિંગ કાઉન્ટર, એર ઇન્ડિયા મોબાઇલ એપ, એર ઇન્ડિયા વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટ્સ સહિત બધા આઉટલેટ પરથી આ ટિકિટ ખરીદી શકાશે.

આ પણ વાંચો : SBIએ ફરી એક વાર સસ્તી કરી હોમ લોન, ઘટશે EMIનો ભાર

business news air india