મુશ્કેલીમાં એર ઇન્ડિયા, 19 વિમાન થયા ગ્રાઉન્ડ

25 April, 2019 07:07 PM IST  | 

મુશ્કેલીમાં એર ઇન્ડિયા, 19 વિમાન થયા ગ્રાઉન્ડ

એર ઇન્ડિયા

એર ઇન્ડિયાએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાને કહ્યું કે જેટ એરવેઝના ગ્રાઉંડેડ 5 બોઇન્ગ 777ને લીઝ પર લેવા માગે છે. એર ઇન્ડિયાની સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે નવા એરક્રાફ્ટના સ્પેઅરનો ઉપયોગ જુના એરક્રાફ્ટમાં થઇ રહ્યો છે.

ભારતમાં એવિએશન સેક્ટરની સ્થિતિ સતત લથડતી જાય છે. જેટ એરવેઝ પોતાનું સંચાલન બંધ કરી ચૂકી છે. કંપની પર 8000 કરોડથી વધુનું ઋણ છે. સ્થિતિ સુધારવાને બદલે બગડતી જાય છે. આ જ સ્થિતિ એર ઇન્ડિયાની પણ છે. એર ઇન્ડિયાના 19 એરક્રાફ્ટ ફંડના અભાવે ગ્રાઉન્ડ થઇ ગયા છે. જેમાં બોઇંગ 777, બોઇંગ 787, બોઇંગ 747 અને એરબસ A320s જેવા એરક્રાફ્ટ સામેલ છે જે કેટલાય મહિનાઓથી સંચાલનમાં નથી. આ સિવાય 34 એરબસ A320 પણ એમાં સામેલ છે.

આ વચ્ચે એર ઇન્ડિયાએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાને કહ્યું કે તે જેટ એરવેઝના ગ્રાઉન્ડેડ 5 બોઇંગ 777ને લીઝ પર લેવા માગે છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ પ્રમાણે, એર ઇન્ડિયાને તરત જ 500 કરોડ રૂપિયાની જરૂર છે, જેનાથી ગ્રાઉન્ડેડ વિમાનોનું મેન્ટેનન્સ કરી ફરીથી તેને ઉપયોગમાં લઇ શકે. સૂત્રો પ્રમાણે ઑગસ્ટ સુધી આ વિમાનો ફરીથી ઉપયોગમાં આવી શકે.

આ પણ વાંચો : ગ્લોબલ વૉર્મિંગને કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ ૩૧ ટકા રૂંધાયો : એક અભ્યાસ

એર ઇન્ડિયાએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાને કહ્યું કે જેટ એરવેઝના ગ્રાઉંડેડ 5 બોઇન્ગ 777ને લીઝ પર લેવા માગે છે. એર ઇન્ડિયાની સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે નવા એરક્રાફ્ટના સ્પેઅરનો ઉપયોગ જુના એરક્રાફ્ટમાં થઇ રહ્યો છે, જેનાથી તે ઉડી શકે. એટલે કે એરલાઇન પાસે ફંડનો અભાવ છે કે તે સ્પેઅર સુદ્ધા બદલાવી શકતી નથી.

air india jet airways