એડીબીએ ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી સાત ટકા મૂક્યો

22 September, 2022 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ક અપેક્ષા રાખે છે કે ચીનની અર્થવ્યવસ્થા ૨૦૨૨માં પાંચ ટકાના અનુમાનને બદલે ૩.૩ ટકા વધશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી)એ ૨૦૨૨-૨૩ માટે ભારતના આર્થિક વિકાસના અંદાજને અગાઉના ૭.૨ ટકાથી ઘટાડીને સાત ટકા કર્યો છે, જે અપેક્ષિત ફુગાવો અને કડક નાણાકીય નીતિને કારણે કરાયો છે.

ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા વાર્ષિક ધોરણે ૧૩.૫ ટકા વૃદ્ધિ પામી છે, જે સેવાઓમાં મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, બૅન્કે બુધવારે તેના મુખ્ય અહેવાલના પૂરકમાં જણાવ્યું હતું.

‘જોકે, જીડીપી વૃદ્ધિ ૨૦૨૨ના અનુમાનથી વર્ષ ૨૦૨૨ માટે સાત ટકા અને વર્ષ ૨૦૨૩ માટે ૭.૨ ટકા કરવામાં આવી છે, કારણ કે ભાવદબાણ સ્થાનિક વપરાશ પર પ્રતિકૂળ અસર કરે તેવી અપેક્ષા છે, અને વૈશ્વિક સુસ્ત માગ અને વધતા ક્રૂડતેલના ભાવ ચોખ્ખી નિકાસ પર અસર કરી શકે છે. બૅન્ક અપેક્ષા રાખે છે કે ચીનની અર્થવ્યવસ્થા ૨૦૨૨માં પાંચ ટકાના અનુમાનને બદલે ૩.૩ ટકા વધશે. 

business news gdp inflation indian economy