એડીબીએ 2020માં ભારત માટે 3.92 અબજ ડૉલરની વિક્રમી લોન મંજૂર કરી

15 May, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયન ડેવલપમેન્ટ બૅન્કે (એડીબી) વર્ષ ૨૦૨૦માં ભારતમાં ૧૩ સરકારી પ્રોજેક્ટ્સ અર્થે ૩.૯૨ અબજ ડૉલરની વિક્રમી લોન મંજૂર કરી હોવાનું શુક્રવારે જણાવવામાં આવ્યું હતું. આમાંથી ૧.૮ અબજ ડૉલરની રકમ કોવિડ-19ની સામે લડવાના સરકારના પ્રયાસ માટે છે.

પ્રતીકાત્મક તસવીર

એડીબીએ વર્ષ ૧૯૮૬માં એશિયાના દેશોને લોન આપવાની શરૂઆત કર્યા બાદ ભારત માટે અત્યાર સુધીની આ સૌથી મોટી રકમ મંજૂર કરી છે. તેણે જણાવ્યા મુજબ ભારતમાં બિનસરકારી કામકાજ માટે તેણે ૩૫૬.૧ મિલ્યન ડૉલર મંજૂર કર્યા છે. 

આગામી દિવસોમાં કોવિડ સામેના રસીકરણ માટે તથા આરોગ્ય સેવાને સક્ષમ બનાવવા માટે વધુ મદદ કરવાની તૈયારી હોવાનું એડીબીના ભારતમાંના કન્ટ્રી ડિરેક્ટર તાકીઓ કોનિશિએ જણાવ્યું હતું. 

એડીબીના નિવેદનમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૨૦માં જે પ્રોજેક્ટ્સ અર્થે લોન મંજૂર કરાઈ હતી તેમાં દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મેઘાલયમાં ઊર્જા ક્ષેત્રના પ્રોજેક્ટ્સ તથા આસામમાં ૧૨૦ મેગાવોટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સ્થાપવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 

business news