અદાણી નવા શૅર ઇશ્યુ કરીને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા મેળવશે

26 November, 2022 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અદાણીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષમાં બમણાથી વધુ વધ્યા

ગૌતમ અદાણી

અબજોપતિ ગૌતમ અદાણીના ગ્રુપે શુક્રવારે જણાવ્યું હતું કે એ એના વિશાળ બિઝનેસ સામ્રાજ્યમાં મોટા પાયે વિસ્તરણ માટે ઇક્વિટીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે, જે હવે બંદરોથી ઊર્જા અને સિમેન્ટ સુધી ફેલાયેલું છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિની ફ્લૅગશિપ કંપની છે જે ફ્રેશ ઇક્વિટી શૅરના ઇશ્યુ  દ્વારા ભંડોળ એકત્ર કરશે, એમ એણે સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.
પબ્લિક ઑફરિંગ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને મદદ કરશે, જે જૂથ માટે બિઝનેસ ઇન્ક્યુબેટર છે અને હાલમાં નાગરિક ઉડ્ડયનથી લઈને ડેટા સેન્ટર્સ સુધીના બિઝનેસ ધરાવે છે, શૅરહોલ્ડર બેઝમાં વૈવિધ્યકરણ અને રોકાણકારોમાં એની વિશ્વસનીયતા અને સ્વીકૃતિ બનાવવામાં મદદ કરશે.
પ્રમોટર્સ હાલમાં અદાણી એન્ટપ્રાઇઝના ૬૨.૬૩ ટકા શૅર ધરાવે છે. બાકીના ૨૭.૩૭ ટકામાંથી લગભગ ૨૦ ટકા વીમા કંપનીઓ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસે છે.
છેલ્લા એક વર્ષમાં અદાણીના શૅરમાં બમણાથી વધુનો વધારો થયો છે, જે એને ૪.૪૬ લાખ કરોડ રૂપિયાનું બજારમૂલ્ય આપે છે.
બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ સમાન સમયગાળામાં માત્ર ૫.૪ ટકા વધ્યો છે.
સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગમાં, અદાણીએ જણાવ્યું હતું કે એના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની શુક્રવારે બેઠક
મળી હતી અને કંપની દ્વારા ૨૦ હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શૅરના નવા ઇશ્યુ દ્વારા વધુ જાહેર ઑફર દ્વારા ભંડોળ એકત્ર કરવાની મંજૂરી
આપી હતી.

business news gautam adani