અદાણી સૌથી નફાકારક સિમેન્ટ ઉત્પાદક કંપની બનશે

20 September, 2022 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંબુજા અને એસીસીના સંપાદન બાદ ગૌતમ અદાણીનું નિવેદન

ગૌતમ અદાણી

અંબુજા સિમેન્ટ અને એસીસીનું ૬.૫ અબજ ડૉલરની કંપનીનું સંપાદન પૂર્ણ કર્યાના દિવસો પછી અબજોપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમના જૂથે સિમેન્ટ ઉત્પાદનક્ષમતા બમણી કરવાની અને દેશમાં સૌથી વધુ નફાકારક ઉત્પાદક બનવાની યોજના બનાવી છે.

તેમણે કહ્યું હતું કે રેકૉર્ડબ્રેક આર્થિક વૃદ્ધિ અને સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણના દબાણને કારણે ભારતમાં સિમેન્ટની માગમાં અનેકગણો વધારો થશે જે નોંધપાત્ર માર્જિન વિસ્તરણ આપશે.
૧૭ સપ્ટેમ્બરે એક્વિઝિશનની પૂર્ણાહુતિ નિમિત્તે એક કાર્યક્રમમાં આપેલા ભાષણમાં અદાણી જૂથના સ્થાપક અને ચૅરમૅને જણાવ્યું હતું કે પોર્ટ ટુ એનર્જી સમૂહ એક જ સ્ટ્રોકમાં દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક બની ગઈ છે.

અદાણી ગ્રુપે ગયા અઠવાડિયે બે કંપનીઓમાં સ્વિસ મેજર હૉલ્સિમનો હિસ્સો ખરીદ્યો હતો. એક્વિઝિશનને ઐતિહાસિક ગણાવીને તેમણે કહ્યું હતું કે આ બાયઆઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મટીરિયલ સ્પેસમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું ઇન્બાઉન્ડ મર્જર ઍન્ડ ઍક્વિઝીન ટ્રાન્ઝેક્શન છે અને ચાર મહિનાના રેકૉર્ડ સમયમાં પૂર્ણ થયું છે.

business news gautam adani