નાણાકીય વર્ષ 2019’20માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે

06 June, 2019 10:08 PM IST  |  વૉશિંગ્ટન

નાણાકીય વર્ષ 2019’20માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે

વર્લ્ડ બૅન્ક

વર્લ્ડ બૅન્કના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો વિકાસ દર ૭.૫ ટકા રહેવાનું અનુમાન છે. એ વિશેની માહિતી ગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટ્સના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા વિશે અનુમાન લગાવવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ ભારતમાં સ્થાયી સરકારના કારણે વિદેશી રોકાણમાં મજબૂતાઈ આવશે, જેથી વિકાસ દર ૭.૫ ટકા રહેશે. આથી ભારતમાં રોજગારીના પ્રમાણમાં પણ વધારો થવાનો છે. ભારત બાદ વિશ્વ બૅન્કે પાકિસ્તાનના જીડીપીમાં ૦.૨ ટકાનો કાપ મૂક્યો છે, જ્યારે ૨૦૨૦માં પાકિસ્તાનનો જીડીપી સાત ટકાના આંકડાને સપર્શી શકે છે.

આ પણ વાંચો : સામાન્ય વ્યક્તિને RBIની ભેટ: રેપો રેટમાં 0.25%નો ઘટાડો

આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તનાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિમાં વધારો થયો છે. હવે બન્ને દેશ વચ્ચે તનાવ પેદા થશે તો આર્થિક વિકાસમાં એની સીધી અસર પડી શકે છે.

world bank business news