સામાન્ય ઇન્વેસ્ટર પણ બૉન્ડમાં કરી શકશે ઇન્વેસ્ટ

04 December, 2019 08:22 PM IST  |  Mumbai Desk

સામાન્ય ઇન્વેસ્ટર પણ બૉન્ડમાં કરી શકશે ઇન્વેસ્ટ

અત્યાર સુધી તમે ઇક્વિટી એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ETF)માં ઇન્વેસ્ટ કરવાની વાત સાંભળી હશે. બુધવારે કેન્દ્રીય મંત્રિમંડળે બૉન્ડ માટે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ લૉન્ચ કરવાની પરવાનગી આપી છે. નાણાંમત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બૉન્ડ ઇટીએફ દ્વારા સરકારી કંપનીઓ અને બીજા સરકારી સંસ્થાઓએ અતિરિક્ત ફન્ડ જમા કરવાની સુવિધા મળશે. ભારત બૉન્ડ એક્સચેંજ ફન્ડ દેશનું પહેલો કૉર્પોરેટ બૉન્ડ ઇટીએફ હશે. તેનું પ્રબંધન એડલવાઇસ એસેટ મેનેજમેન્ટ કરશે.

નાના નિવેશકો પણ કરી શકશે ઇન્વેસ્ટ : બૉન્ડ ઇટીએફમાં સરકારી કંપનીઓ કે કોઇ સરકારી સંસ્થાન દ્વારા જાહેર કરવામાં આવેલા બૉન્ડ સામેલ થશે અને આ બૉન્ડ ઇટીએફની ટ્રેડીંગ સ્ટૉક એક્સચેન્જ પર કરી શકાશે. સીતારમણે જણાવ્યું કે આનું યૂનિટ સાઇઝ 1,000 રૂપિયા હશે જેથી નાના નિવેશકો પણ આમાં નિવેશ કરી શકે.

દરેક ઇટીએફના મેચ્યોરિટીની તારીખ થશે નક્કી :
નાણાં મત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રત્યેક ઇટીએફના મેચ્યોરિટીની એક નક્કી તારીખ હશે અને આ અંતર્નિહિત સૂચક અંકોને ટ્રેક કરશે, તેમણે કહ્યું કે હજી બૉન્ડના ત્રણ વર્ષ અને 10 વર્ષના કાર્યકાળના બે મેચ્યોરિટી સીરિઝ હશે. આમાં ફક્ત ગ્રોથનું ઑપ્શન હશે, લાભાંશનું નહીં.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

આ પહેલા સરકારે બે વાર ઇક્વિટી ઇટીએફ લઈને આવી હતી. પહેલું વર્ષ 2014માં અને બીજું 2017માં. સીતારમણે કહ્યું કે બન્ને ઇટીએફ સફળ થયા હતા. તેમણે કહ્યું કે સરકાર કૉર્પોરેટ બૉન્ડ માર્કેટની ઊંડાઈ વધારવા માગે છે અને ફન્ડ જમા કરવાના બીજા વિકલ્પ તૈયાર કરવા માગે છે.

nirmala sitharaman business news