ટ્વિટર યુઝરે IRCTCને ટ્રોલ કરવાની કોશિશ કરી તો મળ્યો જવાબ

30 May, 2019 11:34 AM IST  |  દિલ્હી

ટ્વિટર યુઝરે IRCTCને ટ્રોલ કરવાની કોશિશ કરી તો મળ્યો જવાબ

ભારતીય રેલવે એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને દુનિયાની સૌથી મોટી રેલવે સેવા છે. ભારતીય રેલવેમાં લગભગ 13 લાખ કરતા વધુ કર્મચારીઓ કામ કરે છે. રેલવે નેટવર્ક ભારત સરકારના કેન્દરીય વિભાગોમાં રેલવે મંત્રાલય અંતર્ગત આવે છે. પરંતુ આ જ રેલવેની ટિકિટ બુકિંગ વેબસાઈટ IRCTC હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘટના એવી છે કે ટ્વિટર પર એક યુઝરે ટ્વિટ કરીને કહ્યું કે IRCTC એપ પર ટિકિટ બુક કરવા દરમિયાન અશ્લીલ અને આપત્તિજનક જાહેરાતો વારંવાર આવે છે.

 

આનંદકુમાર નામના એક ટ્વિટર યુઝરે લખ્યું,'IRCTC ટિકિટ બુકિંગ એપ પર અશ્લીલ અને ખૂબ જ અશ્લીલ જાહેરાતો વારંવાર આવે છે. આ ખૂબ જ શરમજનક અને પરેશાન કરનારી ઘટના છે.' આનંદકુમારે આ ટ્વિટમાં રેલવે મંત્રાલય, IRCTC અને રેલવે મંત્રી પિયુષ ગોયલની ઓફિસને ટેગ કરી છે. આનંદે આ કેસમાં તમામ લોકોને જોવા માટે કહ્યું.

 આનંદકુમાર નામના એક ટ્વિટર યુઝરે લખ્યું,'IRCTC પર જાહેરાતોની સેવા માટે ગૂગલ એડવર્ટાઈઝિંગ સર્વિંગ ટૂલ ADXનો ઉપયોગ કરવામાં આવે છે. આ જાહેરાતો યુઝર્સને આકર્ષિત કરવા માટે કુકીઝનો ઉપયોગ કરે છે. યુઝર્સની હિસ્ટ્રી અને બ્રાઉઝિંગ વ્યવહારને આધારે આ જાહેરાત બતાવવામાં આવે છે. આવી જાહેરાતોથી બચવા માટે બ્રાઉઝર કુકીઝ અને હિસ્ટ્રી હટાવતા રહો.'

આ પણ વાંચોઃ આ ભાઈએ સાવજ પાળ્યો છે અને એની પાછળ ખર્ચે છે મહિને બે લાખ રૂપિયા

IRCTCના જવાબ બાદ નેટીઝન્સ આનંદકુમારને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. તેમના ટ્વિટ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કેટલાક યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપતા આનંદકુમારને ખૂબ જ ટ્રોલ કર્યા. ઉલ્લેખનીય છે કે IRCTC ભારતીય રેલવેની સહાયક કંપની છે, જે ભારતીય રેલવેની ખાણીપીણી અને પર્યટન વ્યવસ્થા સહિત ઓનલાઈન ટિકિટ સંબંધી સેવાઓ આપે છે.

business news indian railways