આ બેન્કોની લોન થશે સસ્તી, વ્યાજ દરને રેપો રેટ સાથે લિંક કરવાની જાહેરાત

11 August, 2019 05:49 PM IST  |  દિલ્હી

આ બેન્કોની લોન થશે સસ્તી, વ્યાજ દરને રેપો રેટ સાથે લિંક કરવાની જાહેરાત

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાની લોનના રેટને રિઝર્વ બેન્કના રેપો રેટ સાથે લિંક કર્યા બાદ હવે બીજી કેટલીક સરકારી બેન્કોએ પણ લોન અને ડિપોઝિટના વ્યાજ દરને રિઝર્વ બેન્કના રેપો રેટ સાથે લિંક કરવાનીજાહેરાત કરી છે. સિન્ડિકેટ બેન્કે પોતાની લોન અને ડિપોઝિટ પ્રોડક્ટ્સમાં પરિવર્તન કર્યા છે, ત્યારે બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક અને ઈલાહાબાદ બેન્કે કહ્યું છે કે તેઓ પણ આગામી સમયમાં આ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ કરશે.

સિન્ડિકેટ બેન્કે એક નિેવેદનમાં કહ્યું છે,'હાઉસિંગ, વ્હિકલ અને ગ્રાહકોને લોન માટે રેપો લિંક વ્યાજ દર પર ઉપલબ્ધ થશે. આ પરિવર્તનને કારણે હવે હોમ લોન રેપો+ 2.9 ટકા એટલે કે 8.3 ટકાથી શરૂ થશે.' સાથે જ બેન્કે જાહેરાત કરી 25 લાખથી વધુની બચત બેન્ક ડિપોઝિટ પર પણ રેપો રેટ આધારિત વ્યાજ દર લાગુ થશે.

બેન્ક ઓફ ઈન્ડિયાએ કેટલીક પર્સનલ લોન સહિત પસંદગીની પ્રોડક્ટસ સાથે રેપો લિંક રેટ ઓફર કરવાની જાહેરાત કરી છે. બેન્કે કહ્યું છે કે આ મામલે તે જરૂરી પ્રક્રિયા પૂરી કરી રહ્યા છે. જેથી આ જ મહિને કેટલીક પ્રોડ્ક્સ લોન્ચ કરી શકાય. તો યુનિયન બેન્કે પણ સારા વ્યાજદર આપવાની વાત કરી છે. બેન્ક ટૂંક સમયમાં જ હાઉસિંગ અને વ્હિકલ લોન પોર્ટ ફોલિયોને રેપો રેટથી લિંક કરશે.

આ પણ વાંચોઃ ATM કાર્ડ વગર પણ ઉપાડી શકો છો રોકડ, આ છે રકમ

અલ્હાબાદ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર એસ એસ મલ્લિકાર્જુને પણ ટૂંક સમયમાં જ ગ્રાહકોના વ્યાજ દર ઘટાડીને લાભ આપવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન બેન્કે કહ્યું છે કે તેમની બેન્કના હોમ અને વ્હિકલ લોન 15 ઓગસ્ટથી રેપો રેટ સાથે લિંક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટે રિઝર્વ બેન્કે ચોથી વાર રેપો રેટ ઘટાડ્યા હતા. RBIએ ચોથી વાર રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો, જે બાદ રેપો રેટ 5.4 ટકા થયો હતો. રેપો રેટ એવો વ્યાજ દર છે, જેના પર રિઝર્વ બેન્ક અન્ય બેન્કોને લોન આપે છે.

business news state bank of india