Budget 2019: વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવાની શક્યતા

01 February, 2019 07:33 AM IST  | 

Budget 2019: વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે સાર્વત્રિક ચૂંટણીઓ આવવાની હોવાથી ઇન્ટરિમ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવવાની શક્યતા છે. આજે રજૂ થનારા વચગાળાના બજેટમાં નાણાપ્રધાન અરુણ જેટલી વ્યક્તિગત કરદાતાઓ માટેની કરમુક્તિની મર્યાદા હાલના 2.50 લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દે એવું જણાય છે એટલું જ નહીં, મેડિકલ અને કન્વેયન્સ અલાવન્સ પણ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. બીજી બાજુ અમુક સૂત્રોનું કહેવું છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન હાલના 4૦,૦૦૦ રૂપિયાથી વધારીને 8૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે.

વર્તમાન મર્યાદા

હાલમાં 2.50 લાખ રૂપિયા સુધી કરમુક્ત છે. ૨.૫૦ લાખથી પાંચ લાખ સુધીની આવક પર પાંચ ટકા અને પાંચથી ૧1૦ લાખ સુધીની આવક પર 2૦ ટકા અને 1૦ લાખ રૂપિયાથી વધુની આવક પર 3૦ ટકાના દરે કરવેરો લાગુ પડે છે. 8૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટેની કરમુક્તિની મર્યાદા પાંચ લાખ રૂપિયાની છે.

કલમ ૮૦Cની મર્યાદા

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (જ્ત્ઘ્ઘ્ત્)એ વ્યક્તિગત કરદાતાઓને રોકાણની યોજનાઓમાં કલમ ૮૦C હેઠળ મળતી છૂટ 1.50 લાખથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. ફેડરેશનનું કહેવું છે કે આમ કરવાથી વ્યક્તિગત બચતને પ્રોત્સાહન મળશે.

બજેટમાં કરમાળખાને મૈત્રીપૂર્ણ બનાવીને આ કાર્ય થશે એવું જાણવા મળે છે. જોકે આ માટે ફાઇનૅન્સ બિલમાં સુધારા દાખલ કરવા કે કેમ એ વિશે હજી સરકાર નિશ્ચિત નથી. સરકાર ઇન્કમ-ટૅક્સ ઍક્ટમાં સુધારા વિચારી રહી છે. એથી નાણાપ્રધાન હાલ માત્ર ઇન્કમ-ટૅક્સ સુધારાનો રોડમૅપ આપીને પોતાની સરકાર આગળ જતાં આ પગલાં ભરવા માગે છે એવો ઇશારો કરશે.

અહીં જણાવવું રહ્યું કે ઇન્કમ-ટૅક્સ બાબતે સુધારા લાવી મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી થઈ રહી છે એ નિશ્ચિત છે. પરંપરાગત ઇન્ટરિમ બજેટમાં ટૅક્સની દરખાસ્તો નથી હોતી, જેથી વર્તમાન સરકાર માટે આ એક પડકાર હશે.

એક શક્યતા એવી પણ છે કે જો BJPના નેતૃત્વ હેઠળની સરકાર ફરી સત્તા પર આવશે તો મધ્યમ વર્ગને રાહત આપનારાં પગલાં જુલાઈમાં રજૂ કરે. આ મુદ્દે વિરોધ પક્ષો સાથે વિવાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી સરકાર અત્યારે આવું કોઈ ઘર્ષણ ટાળે એવું પણ બની શકે છે.

arun jaitley piyush goyal Budget 2019