ઇ-કોમર્સ સાઈટ્સ દ્વારા અપાતા જંગી ડિસ્કાઉન્ટ્સ બંધ થશે?

14 November, 2019 10:30 AM IST  |  New Delhi

ઇ-કોમર્સ સાઈટ્સ દ્વારા અપાતા જંગી ડિસ્કાઉન્ટ્સ બંધ થશે?

ઈ-કૉમર્સ

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતા જંગી ડિસ્કાઉન્ટ પર હવે સરકાર કડક નિર્ણય લઈ શકે છે. ગ્રાહક મામલાના મંત્રાલયે એક ખરડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેથી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા જંગી ડિસ્કાઉન્ટ આપવા પર રોક લગાવવામાં આવી શકે. તહેવારી સિઝન દરમિયાન ભારે છૂટ સાથે પ્રોડક્ટના વેચાણને લઈ એમેઝોન અને વૉલમાર્ટના માલિકીની ફ્લિપકાર્ટ હવે સરકારની રડારમાં આવી છે. સરકાર તપાસ કરી રહી છે કે ભારે ડિસ્કાઉન્ટથી વિદેશી રોકાણથી સંકળાયેલ નિયમોનું ઉલ્લંધન તો કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપીને પ્રોડક્ટનું વેચાણ કરવાથી નાના અને છૂટક વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સરકારે તેમના હિતોની રક્ષા કરવાના ઉદ્દેશથી ફેબ્રુઆરીમાં નવા નિયમો રજૂ કર્યા હતા. આ ડ્રાફ્ટ નિયમો મુજબ, ઇ-કોમર્સ કંપનીઓ કોઈ પણ પ્રોડક્ટ વિશે ખોટી માહિતી અથવા અતિશયોક્તિ નહીં કરી શકે. પ્રોડક્ટની કિંમતોને પ્રભાવિત નહીં કરી શકતી અને કંપનીઓ ખોટા અથવા નકલી ગ્રાહક બનાવીને રિવ્યૂ ન આપી શકે.

રિપોર્ટ મુજબ ડ્રાફ્ટમાં વધુમાં જણાવ્યું છે કે નવી ઇ-કોમર્સ કંપનીએ ૯૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ઉપરાંત ઇ-કોમર્સ કંપનીઓએ વેચનાર અંગે સંપૂર્ણ

માહિતી જેમ કે નામ, એડ્રેસ, વેબસાઇટ નામ, ઇ-મૅઇલ અને ફોન નંબર આપવાના રહેશે. જેથી ગ્રાહક ફરિયાદ સીધી નોંધાવી શકે.

business news flipkart amazon