GSTની ઇનપુટ ક્રેડિટનો લાભ માર્ચ 2019 સુધી ક્લેમ કરવાની પરવાનગી

04 January, 2019 09:07 AM IST  | 

GSTની ઇનપુટ ક્રેડિટનો લાભ માર્ચ 2019 સુધી ક્લેમ કરવાની પરવાનગી

પ્રતીકાત્મક તસવીર

ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઑક્ટોબર, 2018 હતી. કરવેરાના નિષ્ણાતો કહે છે કે બિઝનેસોએ ઇનવોઇસ બનાવેલા હોય, કરવેરા ચૂકવ્યા હોય અને રિટર્ન ભર્યા હોય તો જ તેમને ITC ક્લેમ કરવાની છૂટ હતી. જોકે તાજેતરમાં બહાર પડાયેલા આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસે કહ્યું છે કે ત્વ્ઘ્ના ક્લેમનું મૅચિંગ GSTR-2A સાથે થવું આવશ્યક છે. સપ્લાયરોએ નોંધાવેલાં સેલ્સનાં રિટર્નના આધારે સિસ્ટમમાં GSTR-2A આપોઆપ જનરેટ થાય છે.

ઉક્ત ર્બોડે ગૅઝેટ નોટિફિકેશન દ્વારા કહ્યું છે કે ‘GST લાગુ થયાના પ્રથમ વર્ષ માટેના એટલે કે જુલાઈ, ૨૦૧૭થી માર્ચ, 2018 સુધીના ત્વ્ઘ્ના ક્લેમ 2019ની ૩૧ માર્ચ સુધી ફાઇલ કરી શકાશે.’

આ પણ વાંચોઃ સરકાર નિકાસકારોને 600 કરોડની ઇન્ટરેસ્ટ સબસિડી પૂરી પાડશે

ર્બોડે જુલાઈ, ૨૦૧૭થી માર્ચ, 2018 સુધીના ફાઇનલ સેલ્સ રિટર્ન એટલે કે GSTR-૧માં કોઈ ચૂક રહી ગઈ હોય તો એને સુધારી લેવાની પણ બિઝનેસોને છૂટ આપી છે. આ છૂટને પગલે અબજો રૂપિયાની ઇનપુટ ટૅક્સની ક્રેડિટનો ક્લેમ કરવા ઇચ્છતા લાખો કરદાતાઓને લાભ થશે. જોકે આગામી ત્રણ મહિનામાં કરવેરાના કલેક્શન પર એની પ્રતિકૂળ અસર થશે એમ નિષ્ણાતોએ કહ્યું છે.

news bombay stock exchange national stock exchange