નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૨૩૫૦ અને ૧૨૩૭૦, નીચામાં ૧૨૧૮૫ મહત્ત્વની સપાટીઓ

09 January, 2020 10:41 AM IST  |  Mumbai Desk | ashok trivedi

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૨૩૫૦ અને ૧૨૩૭૦, નીચામાં ૧૨૧૮૫ મહત્ત્વની સપાટીઓ

બીએસઈ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૨૨૨૨.૯૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૬૨.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૨૨૫૬.૪૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૧૦.૫૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૪૧૪૬૪.૬૧ બંધ રહ્યો. ઉપરમાં ૪૧૬૩૬ ઉપર ૪૧૭૧૫, ૪૧૮૧૦ કુદાવે તો ૪૧૮૭૦, ૪૨૧૦૦, ૪૨૩૪૦, ૪૨૮૦૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૪૧૩૪૮ નીચે ૪૧૨૬૪, ૪૧૧૮૪, ૪૧૧૩૨ સપોર્ટ ગણાય. 

બજારમાં હાલમાં બેતરફી અફરાતફરી જોવાય છે. તેજી કરનારા તેમ જ મંદી કરનારા બન્ને ફસાતા જોવા મળે છે માટે આજે નફો મળતો હોય તો કાલની રાહ ન જોવી. ગ્લોબલ પરિબળો પણ જોવાં. ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધશે તો લડાઈ થવાનાં એંધાણ છે. આની અસર પણ પડે માટે નદી... નાવ... સંજોગ... પ્રમાણે નિર્ણય લેવો.

રિલાયન્સ (૧૫૩૭.૧૫): ૧૬૧૭.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૫ કુદાવે તો ૧૫૯૬ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૧૫૦૫ સપોર્ટ ગણાય. હાલ સાઇડવેઝમાં છે.
તાતા મોટર્સ (૧૯૧.૧૦): ૧૫૭.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૭ કુદાવે તો ૨૦૬, ૨૧૪, ૨૨૨, ૨૩૧, ૨૪૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૧૮૯ નીચે ૧૮૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૨૧૬૧.૨૦): ૩૧૦૬૫.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૨૬૫ ઉપર ૩૨૪૯૦ કુદાવે તો ૩૨૭૭૫, ૩૩૦૩૦, ૩૩૩૧૦, ૩૩૬૦૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૩૨૦૬૦ નીચે ૩૧૯૪૫, ૩૧૮૪૮ સપોર્ટ ગણાય.

business news