Tejas Express: પહેલી ખાનગી ટ્રેને એક મહિનામાં 3.70 કરોડ રૂ.ની કરી કમાણી

11 November, 2019 01:08 PM IST  |  Mumbai Desk

Tejas Express: પહેલી ખાનગી ટ્રેને એક મહિનામાં 3.70 કરોડ રૂ.ની કરી કમાણી

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસે પોતાના સંચાલન પછીથી ઑક્ટોબર સુધીમાં 70 લાખ રૂપિયાની કમાણી કરી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)ની માલિકીની આ ટ્રેનની શરૂઆત ગયા મહિને પાંચ તારીખના થઈ હતી. આ આંકડા પાંચથી 28 ઑક્ટોબર સુધીના છે. ટ્રેને આ દરમિયાન ટિકિટ વેંચાણ દ્વારા લગભગ 3.70 કરોડ રૂપિયાનું રાજસ્વ જોડ્યું છે.

દેશમાં કોઈ ટ્રેન દ્વારા નફો મેળવવો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે રેલવે સતત નુકસાન નોંધાવે છે. લખનઉ અને દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેન ભારતીય રેલવેની તે યોજનાનો ભાગ છે, જેની હેઠળ 50 વિશ્વસ્તરીય કેલવે સ્ટેશન વિકસિત કરવામાં આવવાના છે. આ બાબતે ખાનગી સંચાલકો દ્વારા 150 ખાનગી ટ્રેન દોડાવવાની યોજના છે.

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

આઈઆરસીટીસીએ જણાવ્યું કે આ સમયમાં તેજસના પરિચાલનમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલે છે. આ રીતે તેજસના સંચાલનમાં આઈઆરસીટીસી રોજના લગભગ 14 લાખ રૂપિયા ખર્ચ કરે છે, જ્યારે તેને પ્રવાસીઓ પાસેથી 17.50 કરોડ રૂપિયા ભાડું મળે છે. નોંધનીય છે કે તેજસ એક્સપ્રેસ દેશમાં પોતાની રીતે ચાલતી પહેલી ખાનગી ટ્રેન છે. જો કે આની સંચાલક આઇઆરસીટીસી ભારતીય રેલવેની સહાયક કંપની છે. તેજસના પ્રવાસીઓને કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમાં ખાસ ભોજન, 25 લાખ રૂપિયા સુધીનું મફત વીમું અને મોડાં થવા પર ક્ષતિપૂર્તિ સામેલ છે.

indian railways business news