તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો નફો 18 ટકા વધીને 8126 કરોડ રૂપિયા

13 April, 2019 11:36 AM IST  | 

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો નફો 18 ટકા વધીને 8126 કરોડ રૂપિયા

તાતા કન્સલ્ટન્સી સર્વિસિ

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીની દેશની સૌથી મોટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસે ગત જાન્યુઆરી-માર્ચના ગાળામાં ૮૧૨૬ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. તેની પહેલાંના વર્ષે થયેલા ૬૯૦૪ કરોડ રૂપિયાના નફાની તુલનાએ આ પ્રમાણ ૧૭.૭ ટકા વધારે છે. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં કંપનીની કુલ આવક ૩૯,૨૦૩ કરોડ રૂપિયા થઈ હતી, જે વર્ષાનુવર્ષ ધોરણે ૧૮.૫૪ ટકા વધારે હતી.

કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે પ્રતિ શૅર ૧૮ રૂપિયાનું આખરી ડિવિડંડ જાહેર કર્યું છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથે કહ્યું હતું કે ગત ૧૫ ક્વૉર્ટરમાં કંપનીની આવકમાં થયેલી આ સૌથી વધુ વૃદ્ધિ છે. ઑર્ડર બુક પાછલાં ત્રણ ક્વૉર્ટર કરતાં વધારે છે અને સંભવિત સોદાઓની યાદી પણ મજબૂત દેખાય છે.

આ પણ વાંચો : એરટેલ અને ટાટા ટેલી વચ્ચે મર્જર,એરટેલ જમા કરાવશે 7,200 કરોડ ગેરેન્ટી

કંપનીના બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યૉરન્સ સેગમેન્ટની આવક ૧૭ ટકા વધીને ૧૩,૬૫૦ કરોડ રૂપિયા થઈ છે. ગત ક્વૉર્ટરમાં એણે ૬૩૫૬ કર્મચારીઓની ભરતી કરી હતી.

news