એરટેલ અને ટાટા ટેલી વચ્ચે મર્જર,એરટેલ જમા કરાવશે 7,200 કરોડ ગેરેન્ટી

Apr 12, 2019, 18:44 IST

દૂર સંચાર કંપનીએ આપેલી મંજૂરી બાદ એરટેલને 7,200 કરોડ રુપિયા બેન્ક ગેરેન્ટી તરીકે જમા કરાવવા આદેશ કરાયો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ અનુસાર મનોજ સિંહા જે દૂરસંચાર પ્રધાન છે તેમણે 9 એપ્રિલે મર્જરની મંજૂરી આપી હતી

એરટેલ અને ટાટા ટેલી વચ્ચે મર્જર,એરટેલ જમા કરાવશે 7,200 કરોડ ગેરેન્ટી
એરટેલ અને ટાટા ટેલી વચ્ચે મર્જર

વોડાફોન અને આઈડિયા બાદ હવે એરટેલ અને ટાટા ટેલી મર્જ થઈ રહ્યાં છે. દૂરસંચાર વિભાગે ભારતી એરટેલ અને ટાટા ટેલિને મર્જરની મંજૂરી આપી છે. દૂર સંચાર કંપનીએ આપેલી મંજૂરી બાદ એરટેલને 7,200 કરોડ રુપિયા બેન્ક ગેરેન્ટી તરીકે જમા કરાવવા આદેશ કરાયો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ અનુસાર મનોજ સિંહા જે દૂરસંચાર પ્રધાન છે તેમણે 9 એપ્રિલે મર્જરની મંજૂરી આપી હતી

ટાટા ટેલીની સ્થિતિ ખાસ સારી નથૂ અને ટાટા ટેલી પર સરકારના લેણા બાકી છે. 2017માં ટાટા ટેલિસર્વિસિઝને ખરીદવાની જાહેરાત કરી હતી ત્યારબાદ કંપનીના બોર્ડની મંજૂરી બાદ જાન્યુઆરીમાં મર્જરના પ્રસ્તાવને હકારાત્મક જવાબ મળ્યો હતો. એનસીએલએટીએ આપેલી મંજૂરી બાદ ડોટ દ્વારા 9 એપ્રિલે મંજૂરી આપી છે.

એરટેલ 19 ટેલિકોમ સર્કિલમાં ટાટાનો મોબાઈલ બિઝનેસ હસ્તગત કરશે. મોબાઈલ બિઝનેસમાં તેની બે કંપનીઓ છે. ટાટા સર્વિસિઝ અને ટાટા ટેલી મહારાષ્ટ્ર. ટાટા ટેલિ સર્વિસિઝનું ઓપરેશન 17 સર્કલમાં અને ટાટા ટેલિ મહારાષ્ટ્રનું 2 સર્કલમાં છે. ટાટાના બાકી સ્પેક્ટ્રમના દેવાં હવે એરટેલ ચૂકવશે. આડીલથી 1800, 2100 અને 850 મેગાહર્ટ્ઝ બેન્ડમાં એરટેલને કુલ 178.5 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ મળશે. જેનો ઉપયોગ 4જીમાં થાય છે. ભારતમાં હાલ એરટેલ બીજા નંબરની સૌથી મોટી કંપની છે જેમા ટાટા ટેલીના ગ્રાહકો પણ જોડાશે.

Tags

airtel
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK