SCએ નાદારી કાયદાની માન્યતા રાખી યથાવત, રદ થઈ તમામ અરજીઓ

25 January, 2019 04:48 PM IST  |  નવી દિલ્હી

SCએ નાદારી કાયદાની માન્યતા રાખી યથાવત, રદ થઈ તમામ અરજીઓ

ફાઇલ ફોટો

સુપ્રીમ કોર્ટે ઇન્સોલ્વનસી એન્ડ બેન્કરપ્સી કોડ (નાદારી કાયદો)ની માન્યતાને સંપૂર્ણપણે જાળવી રાખીને તેના વિરુદ્ધ અરજીઓ રદ કરી દીધી છે. 16 જાન્યુઆરીના રોજ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ કાયદા હેઠળ નાદાર થઈ ચૂકેલી કંપનીઓની હરાજીમાં કંપનીના પ્રમોટરના સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે.

કોર્ટે કહ્યું કે કાયદામાં એકમાત્ર ફેરફાર સંબંધિત વ્યક્તિની વ્યાખ્યામાં થશે અને નવી વ્યાખ્યા પ્રમાણે તે જ વ્યક્તિ સંબધિત વ્યક્તિ માનવામાં આવશે જે દેવાદાર અથવા ડિફોલ્ટર કંપની સાથે સંબંધિત હશે.

સ્વિસ રિબંસ, શિવમ વોટર ટ્રીટર્સ અને ગણેશ પ્રસાદ પાંડેયે આ કાયદાની ઘણી કલમો, ખાસ કરીને 7, 12 અને 29ની જોગવાઈઓને પડકારી હતી. અરજકર્તાઓનો આરોપ હતો કે આઇબીસી ફક્ત લોન આપનારા લોકોના અધિકારોનું જ સંરક્ષણ કરે છે.

સેક્શન 7 કોઇ કંપની વિરુદ્ધ નાદારી પ્રક્રિયાની શરૂઆત સાથે સંકળાયેલું છે, જ્યારે કોઈ લોન આપનાપ વ્યક્તિ, સંસ્થા કે કંપની લોન ન ચૂકવનારી કંપની વિરુદ્ધ નાદારી કોર્ટમાં અપીલ ફાઈલ કરે છે. જ્યારે સેક્શન 12 નાદારી પ્રક્રિયા પૂરી કરવાની સમયમર્યાદાને નક્કી કરે છે. આ સેક્શન પ્રમાણે, આ આખી પ્રક્રિયા 180 દિવસોની અંદર પૂરી કરી લેવાની હોય છે.

જ્યારે સેક્શન 29માં સંબંધિત વ્યક્તિ અને કંપનીને વ્યાખ્યાયિત કરે છે. અરજકર્તાઓ માટે આ સૌથી મોટો મુદ્દો હતો. સરકારે જાન્યુઆરી મહિનામાં સુધારો લાવીને એ નક્કી કરી દીધું હતું કે કોઈ નાદાર થઈ રહેલી કંપનીની હરાજીમાં તેની હેઠળ આવનારા સંબંધિત વ્યક્તિ ભાગ નહીં લઇ શકે.

આ પણ વાંચો: Budget 2019: ઇન્ટરિમ બજેટથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને શું છે અપેક્ષાઓ?

જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે તેઓ 'સંપૂર્ણતા'માં આની બંધારણીય માન્યતાને માન્યતા આપે છે. આઇબીસી એટલે કે નાદારી કાયદાને જૂન 2017માં લાવવામાં આવ્યો હતો, જ્યારે આરબીઆઇએ બેંકોને નિર્દેશ આપ્યો તે તેઓ 12 મોટા દેવાદારોનો મામલો નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં લઈ જાય. બેંકોના કુલ બાકી 8 લાખ કરોડ રૂપિયાનો લગભગ 25 ટકા હિસ્સો આ 12 કંપનીઓ પર બાકી હતો.

supreme court