શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 87 અંક તૂટ્યુ

22 February, 2019 10:24 AM IST  | 

શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 87 અંક તૂટ્યુ

શૅર માર્કેટની કમજોર શરૂઆત

સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં શૅરબજારે કમજોર શરૂઆત કરી છે. શુક્રવારે સવારે 9:40 વાગ્યે સેન્સેક્સ 87 અંકોની કમજોરી સાથે 35,810 પર અને નિફ્ટી 27 અંકોની કમજોરી સાથે 10,762 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સની વાત કરીએ તો 29 લીલા, 20 લાલ અને એક પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.22%ની તેજી અને સ્મૉલકેપ 0.51%ની તેજી સાથે કારોબાર કરી રહ્યાછે. ગુરૂવારે સેન્સેક્સ 142 અંકોની તેજી સાથે 35,898 પર અને નિફ્ટી 54 અંકોની તેજી સાથે 10,789 પર કારોબાર બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે પોણ દસ વાગ્યે નિફ્ટી ઑટો 0.32%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.40%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.03%ની તેજી, નિફ્ટી આઈટી 0.16%ની તેજી, નિફ્ટી મેટલ 0.36%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.20%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 1%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. 

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો સવારે 9:50 વાગ્યે જાપાના નિક્કેઈ 0.28%ના ઘટાડા સાથે 21404, ચીનના શાંઘાઈ 0.03%ની તેજી સાથે 2752 પર, હેન્ગસેન્ગ 0.30%ના ઘટાડા સાથે 28545 પર અને તાઈવાનના કૉસ્પી 0.22%ના ઘટાડા સાથે 2223ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જોકે અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.40%ના ઘટાડા સાથે 25850 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.35%ના ઘટાડા સાથે 2774 પર અને નાસ્ડેક 0.39%ના ઘટાડા સાથે 7459 પર કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange