સેન્સેક્સ 145 અંક તૂ્ટ્યુ-નિફ્ટી 10604 પર થયું બંધ

19 February, 2019 04:19 PM IST  | 

સેન્સેક્સ 145 અંક તૂ્ટ્યુ-નિફ્ટી 10604 પર થયું બંધ

ભારતીય શૅરબજાર ઘટાડા સાથે બંધ થયું

મંગળવારના કારોબારી સત્રમાં ભારતીય શૅરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 145 અંકોના ઘટાડા સાથે 35,352 પર અને નિફ્ટી 36 અંકોના ઘટાડા સાથે 10,604 પર કારોબાર બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 25 લીલા, 24 લાલ અને એક પરિવર્તન વગર કારોબાર કરી બંધ થયા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.48%ની તેજી અને સ્મૉલકેપ 0.36%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો દિવસના કારોબાર પૂરો થતા નિફ્ટી ઑટો 0.07%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.09%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.15%ની તેજી, નિફ્ટી આઈટી 2.08%નો ઘટાડો, નિફ્ટી મેટલ 1.42%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.25%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 1.72%ની તેજી સાથે કારોબાર બંધ થયો છે.

ટૉપ ગેનર-ટૉપ લૂઝર: આજના કારોબારમાં ગ્રાસિમ 3.02%ની તેજી, બીપીસીએલ 2.75%ની તેજી, જીલ 2.06%ની તેજી અને જેએસડબલ્યૂ સ્ટીલ 1.78%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. ત્યાં બીજી તરફ વિપ્રો 3.26%નો ઘટાડો, ટીસીએસ 3.18%નો ઘટાડો, ઈન્ડસઈન્ડ બેન્ક 2.79%નો ઘટાડો, અદાણી પોર્ટ્સ 2.49%નો ઘટાડો અને એનટીપીસી 2.44%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

આ પણ વાંચો : 10 હજાર કરોડના નુકસાનના મામલે ચિદંબરમ સામે 63 મૂન્સ કંપની કરશે કેસ

એશિયાઈ બજારના હાલ પર નજર કરીએ તો આજે બધા પ્રમુખ એશિયાઈ બજારોએ સારી શરૂઆત કરી છે. સવારે નવ વાગ્યે જાપાનના નિક્કેઈ 0.07%ની તેજી સાથે 21297 પર, ચીનના શાંઘાઈ 0.83%ની તેજી સાથે 2777 પર, હેન્ગસેન્ગ 0.36%ની તેજી સાથે 28449 પર અને તાઈવાનના કૉસ્પી 0.02%ની તેજી સાથે 2211 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 1.74%ની તેજી સાથે 25883 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 1.09%ની તેજી સાથે 2775 પર અને નાસ્ડેક 7472 પર સપાટ બંધ થયો હતો. 

sensex bombay stock exchange national stock exchange