બજારમાં નજર આવી તેજી, સેન્સેક્સ વધારા સાથે બંધ

05 February, 2019 04:15 PM IST  | 

બજારમાં નજર આવી તેજી, સેન્સેક્સ વધારા સાથે બંધ

સેન્સેક્સ વધારા સાથે બંધ

મંગળવારના કારોબારી સત્રમાં શેરબજારમાં ઉતાર-ચઢાવ રહી. સવારથી લીલા નિશાનમાં કારોબાર કર્યા બાદ મામૂલી વધારા સાથે બંધ થયોછે. દિવસના અંતમાં સેન્સેક્સ 34 અંકોની તેજી સાથે 36,616 પર અને નિફ્ટી 22 અંકોની તેજી સાથે 10,934 પર બંધ થયો છે. 

નિફ્ટી 50 શેર્સમાંથી 28 લીલા, 21 લાલ અને એક પરિવર્તન વગર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.17%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.21%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.79%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.05%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.08%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.17%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.03%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.72%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.39%ની તેજી સાથે કારોબાર રહી રહ્યા હતાં.

આ પણ વાંચો : મોદી કૌભાંડમાંથી બહાર આવી PNB, Q3માં બેંકનો 247 કરોડનો નફો

મંગળવારના કારોબારમાં બધા પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી. સવારે 9 વાગ્યે જાપાના નિક્કેઈએ 0.04%ના ઘટાડાની સાથે 20875 પર, ચીનના શાંઘાઈ 1.30%ની તેજી સાથે 2618 પર, હેન્ગસેન્ગ 0.21%ની તેજી સાથે 27990 પર અને તાઈવાનના કૉસ્પી 0.06%ના ઘટાડા સાથે 2203 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.70%ની તેજી સાથે 25239 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.68%ની તેજી સાથે 2724 પર અને નાસ્ડેક 1.15%ની તેજી સાથે 7347 પર બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange