શૅરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 194 અંકોની તેજી

20 February, 2019 10:07 AM IST  | 

શૅરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 194 અંકોની તેજી

ભારતીય શૅરબજારે કરી મજબૂત શરૂઆત

બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શૅરબજારે મજબૂત શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 18 મિનિટ પર સેન્સેક્સ 194 અંકોની તેજી સાથે 35,547 પર અને નિફ્ટી 60 અંકોની તેજી સાથે 10,665 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં નિફ્ટી 50 શેર્સની વાત કરીએ તો 46 લીલા અને 6 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.54% અને સ્મોલકેપ 0.58%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સેન્સેક્સ 145 અંકોના ઘટાડા સાથે 35,352 પર અને નિફ્ટી 36 અંકોના ઘટાડા સાથે 10,604 પર કારોબાર કરી બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યો નિફ્ટી ઑટો 0.36%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.59%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.48%ની તેજી, નિફ્ટી આઈટી 0.27%ની તેજી, નિફ્ટી મેટલ 0.85%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.48%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.81%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો બુધવારના કારોબારમાં એશિયાઈ શૅરબજારોએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.70%ની તેજી સાથે 21452 પર, ચીનના શાંઘાઈ 0.17%ની તેજી સાથે 2760 પર,હેન્ગસેન્ગ 1.06%ની તેજી સાથે 28527 પર અને તાઈવાનના કૉસ્પી 1.18%ની તેજી સાથે 2231 પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.03%ની તેજી સાથે 25891 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.15%ની તેજી સાથે 2779 પર અને નાસ્ડેક 0.19%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange