સેન્સેક્સમાં 403 અંકોનો ઉછાળો, નિફ્ટી 10700ની પાર થયો બંધ

20 February, 2019 04:11 PM IST  | 

સેન્સેક્સમાં 403 અંકોનો ઉછાળો, નિફ્ટી 10700ની પાર થયો બંધ

શૅરબજાર ઉછાળા સાથે બંધ

બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શૅરબજારે સારૂં પ્રદર્શ કર્યું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 403 અંકોની તેજી સાથે 35,756 પર અને નિફ્ટી 131 અંકોની તેજી સાથે 10,735 પર કારોબાર બંધ થયો છે. જ્યાં નિફ્ટી 50 શેર્સમાંથી 44 લીલા અને 6 લાલ નિશાનમાં કારોબાર બંધ થયો છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.88%ની તેજી અને સ્મૉલકેપ 0.99%ની તેજી સાથે કારોબાર બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સના હાલ પર નજર કરીએ તો આજના કારોબારમાં નિફ્ટી ઑટો 0.60%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.16%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.15%ની તેજી, નિફ્ટી આઈટી 1.80%ની તેજી, નિફ્ટી મેટલ 2.80%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.63%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.26%ની તેજી સાથે કારોબાર બંધ થયો છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં ટાટા સ્ટીલ 4.83%ની તેજી, અદાણી પોર્ટ્સ 4.43%ની તેજી અને હિન્ડાલ્કો 3.94%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. બીજી તરફ ડૉ રેડ્ડી 0.35%નો ઘટાડો, હીરો મોટોકોર્પ 0.30%નો ઘટાડો, હિન્દુસ્તાન યૂનીલિવર 0.11%નો ઘટાડો અને ઈન્ડસઈન્ડ બેંક 0.08%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

આ પણ વાંચો : શૅરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 194 અંકોની તેજી

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો બુધવારના કારોબારમાં એશિયાઈ શૅરબજારોએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.70%ની તેજી સાથે 21452 પર, ચીનના શાંઘાઈ 0.17%ની તેજી સાથે 2760 પર,હેન્ગસેન્ગ 1.06%ની તેજી સાથે 28527 પર અને તાઈવાનના કૉસ્પી 1.18%ની તેજી સાથે 2231 પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.03%ની તેજી સાથે 25891 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.15%ની તેજી સાથે 2779 પર અને નાસ્ડેક 0.19%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange