ભારતનો સર્વિસિસ સેક્ટરનો PMI એપ્રિલમાં સાત મહિનાની નીચી સપાટીએ

07 May, 2019 11:19 AM IST  |  ટોકિયો (જપાન) | (એએનઆઇ)

ભારતનો સર્વિસિસ સેક્ટરનો PMI એપ્રિલમાં સાત મહિનાની નીચી સપાટીએ

ભારતનો સર્વિસિસ સેક્ટરનો PMI એપ્રિલમાં નીચી સપાટીએ

દેશમાં ચૂંટણીઓ ચાલી રહી હોવાથી સર્વિસ ક્ષેત્રની કંપનીઓ સામાન્ય ચૂંટણીઓનાં પરિણામની રાહ જોઈ રહી છે અને એને પગલે એપ્રિલમાં સર્વિસ સેક્ટરનું કામકાજ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું એમ નિક્કી એશિયન રિવ્યૂએ સોમવારે કહ્યું હતું.

નિક્કી ઇન્ડિયા સર્વિસીસ પરચેજિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) માર્ચના ૫૨થી ઘટીને એપ્રાલમાં ૫૧ થયો હતો. આ આંકડો ૨૦૧૮ની ૫૧.૬ની સરેરાશથી પણ નીચો છે અને દર્શાવે છે કે આ સેક્ટર વેગ ગુમાવી રહ્યું છે.

૫૦ પૉઇન્ટ ઉપરનું રીડિંગ કામકાજમાં વૃદ્ધિ, જ્યારે તેનાથી નીચું રીડિંગ કામકાજમાં ઘટાડો દર્શાવે છે.

ભારતના અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર નબળી વૃદ્ધિના તબક્કામાંથી પસાર થઈ રહેલું જણાય છે ત્યારે મોટા ભાગના અવરોધો ચૂંટણીઓને પગલે સર્જા‍યા છે, એમ આઇએચએસ માર્કેટના ઇકૉનૉમિસ્ટ અને સર્વેક્ષણનાં લેખિકા પોલિયાના દ લિમાએ કહ્યું હતું. સામન્ય રીતે સરકારની રચના બાદ કંપનીઓ તેમના કામકાજમાં આગળ વધતી હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.

છેલ્લામાં છેલ્લાં પરિણામોમાં અન્ય મુખ્ય હકીકત એ છે કે મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસિસ સેક્ટર બન્નેમાં ફુગાવાનો અભાવ છે અને સાથે અર્થતંત્રની વૃદ્ધિ પણ મંદ રહી છે એટલે બેન્ચમાર્ક રેપો રેટમાં આગામી સમયમાં વધુ ઘટાડાનો અવકાશ છે, એમ લિમાએ કહ્યું હતું.

આ પણ વાંચો : આ અખાત્રીજે કરો સોનાની ખરીદી, ઘરમાં હંમેશા રહેશે બરકત

મૅન્યુફૅક્ચરિંગ પ્રોડ્ક્શનનો વૃદ્ધિદર પણ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. મૅન્યુફૅક્ચરિંગ પ્રોડ્ક્શનનો નિક્કી ઇન્ડિયા કમ્પોઝિટ ઇન્ડેક્સ માર્ચના ૫૨.૭ પૉઇન્ટ્સથી ઘટીને એપ્રિલમાં ૫૧.૭ ટકા થયો હતો.

news