સેન્સેક્સ 336 અંક તૂટ્યો, નિફ્ટી 10900ની નીચે

23 January, 2019 04:19 PM IST  | 

સેન્સેક્સ 336 અંક તૂટ્યો, નિફ્ટી 10900ની નીચે

બજાર ઘટાડા સાથે બંધ

દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 336 અંકોના ઘટાડા સાથે 36,108 પર અને નિફ્ટી 91 અંકોના ઘટાડા સાથે 10,831 પર બંધ થયો છે. જ્યાં નિફ્ટી 50 શેર્સમાં 19 લીલા અને 31 લાલ નિશાનમાં કારોબાર બંધ થયો છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.23%નો ઘટાડો અને સ્મોલકેપ 0.14%ના ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજના કારોબારમાં નિફ્ટી ઑટો 0.73%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.97%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 1.69%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.49%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.56%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.60%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.49%ના ઘટાડા સાથે બંધ થયું છે.

આજના કારોબારમાં સનફાર્મા 2.73%ની તેજી, યસ બેન્ક 2.63%ની તેજી સાથે, ટાટા સ્ટીલ 1.43%ની તેજી સાથે, વિપ્રો 1.30%ની તેજી સાથે કારોબાર કરી ટૉપ રહ્યા છે. જ્યાં બીજી તરફ આઈટીસી 4.75%નો ઘટાડો, ગ્રાસિમ 2.97%નો ઘટાડો, ટાઈટન 2.30%ના ઘટાડાની સાથે અને એમએન્ડએમ 2.03%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 42 અંકોની મજબૂતી સાથે 36,487 પર અને નિફ્ટી 17 અંકોની મજબૂતી સાથે 10,940 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટી 50 શેર્સમાં 35 લીલા અને 15 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.41% અને સ્મોલકેપ 0.28%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા.

sensex bombay stock exchange national stock exchange