સેન્સેક્સ 179 અંક તૂટીને બંધ, નિફ્ટી 11650ની નીચે

03 April, 2019 03:52 PM IST  | 

સેન્સેક્સ 179 અંક તૂટીને બંધ, નિફ્ટી 11650ની નીચે

શેરબજારમાં ઘટાડો

દિવસનો કારોબાર પૂરો થતા શૅરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાથી વધારે નબળા થઈને બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 11,761 સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેક્સ 39,270.14 સુધી પહોંચ્યા હતા. જો કે અંતમાં નિફ્ટી 11650ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 38880 ની નજીક બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 179.53 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 69.20 અંકોથી વધારાનો ઘટાડો જોવા મળ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.77 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.11 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.87 ટકા સુધી નબળાઈની સાથે બંધ થયા છે.

બેન્કિંગ, ફાર્મા, મેટલ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ અને આઈટી શેરોમાં સૌથી વધારે દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.86 ટકાના ઘટાડાની સાથે 30093.30 ના સ્તર પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 179.53 અંક એટલે કે 0.46 ટકાના ઘટાડાની સાથે 38877.12 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 69.20 અંક એટલે કે 0.59 ટકા ઘટીને 11,644 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange