સેન્સેક્સ 36320 નજીક, નિફ્ટી 10890 પર બંધ

16 January, 2019 04:10 PM IST  | 

સેન્સેક્સ 36320 નજીક, નિફ્ટી 10890 પર બંધ

બજાર આજે ઉતાર-ચઢાવ સાથે બંધ

અંતિમ કલાકમાં બજારે દિવસભરનો વધારો ગુમાવ્યો. સેન્સેક્સ-નિફ્ટી બન્ને સપાટ પરંતુ લીલા નિશાનમાં જ બંધ થયા છે. એટલે કે ક્લોઝિંગ કાલના સ્તરની નજીક જ થયું છે.

મિડકેપ શેરોમાં વેચવાલી અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.02 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.113 ટકા સુધી નબળા થઈને બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.14 ટકાની તેજીની સાથે બંધ થયા છે.

બેન્કિંગ, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં જોરદાર ખરીદારી દેખાઈ રહી છે. બેન્ક નિફ્ટી 0.30 ટકાની મજબૂતીની સાથે 27483.70 ના સ્તર પર બંધ થયા છે. જો કે ઑટો, મેટલ અને એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યુ છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 2.96 અંક એટલે કે 0.01 ટકાની મજબૂતીની સાથે 36321.29 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 3.50 અંક એટલે કે 0.03 ટકાની મજબૂતીની સાથે 10890.30 ના સ્તર પર બંધ થયા છે.

sensex bombay stock exchange national stock exchange