સેન્સેક્સ 127 અંક મજબૂત, નિફ્ટી 10930 નજીક

16 January, 2019 10:08 AM IST  | 

સેન્સેક્સ 127 અંક મજબૂત, નિફ્ટી 10930 નજીક

બજારની શરૂઆત સારા વધારા સાથે થઈ છે

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ખુલ્યાની બાદ નિફ્ટી 10,923.40 સુધી પહોંચ્યા જ્યારે સેન્સેક્સે 36,456.91 સુધી દસ્તક આપી.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યા છે.

બેન્કિંગ, રિયલ્ટી, મેટલ, આઈટી, ઑટો અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. જો કે એફએમસીજી અને ફાર્મા દબાણમાં જોવામાં આવી રહી છે. બેન્ક નિફ્ટી 0.4 ટકાના વધારાની સાથે 27503.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 127 અંક એટલે કે 0.4 ટકાની તેજીની સાથે 36445.17 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 38.50 અંક એટલે કે 0.4 ટકાના ઉછાળાની સાથે 10925.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange