સેન્સેક્સ 310 અંક ઉપર, નિફ્ટી 10870ની આસપાસ

28 December, 2018 10:27 AM IST  | 

સેન્સેક્સ 310 અંક ઉપર, નિફ્ટી 10870ની આસપાસ

એશિયાઇ બજારમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યું છે

એલજીએક્સ નિફ્ટી મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તો ડાઓ એ ગઇ કાલના કારોબારમાં મજબૂત રિકવરી દખાડી અને 260 અંક વધીને બંધ થવામાં સફલ રહ્યો હતો. કાચ્ચા તેલમાં ગઇ કાલે 4.5 ટકાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ઘટીને 52 ડૉલરના પાસે આવી ગયો હતો. આ ગ્લોહલ સંકેતોના વચ્ચે ભારતીય બજારોમાં આજે વધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સ 36120 ના આસપાસ અને નિફ્ટી 10870 ના પાસે જોવા મળી રહ્યું છે. દિગ્ગજ શૅરોની સાથે આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરમાં પણ આજે સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકાના વદારા સાથે 15290 ના સ્તર પર જોવા મળી રહ્યા છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.54 ટકાના વધારા સાથે 14560 ના સ્તર પર જોવા મળી રહી છે.આજના કારોબારમાં ઓઇલ એન્ડ ગેસ શૅરોમાં પણ સારી સારી ખરીદી જોવા મળી હતા. બીએસઈના ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 0.76 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

બેન્ક શૅરોમાં આજે ખરીદીનો મહોલ છે જેના થી બેન્ક નિફ્ટી 0.81 ટકાના વધારા સાથે 27095 ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આજના કારોબારમાં એફએમસીજી શૅરોમાં સુસ્તી જોવા મળી રહી છે.એના શિવાય બધા શૅરોમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.6 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સમાં 0.8 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 0.9 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 310 અંક એટલે કે 0.86 ટકાના વધારાની સાથે 36115 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 90 અંક એટલે કે 0.8 ટકા વધીને 10870 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange