સાયરસ મિસ્ત્રીને ફટકોઃએનસીએલએટીના આદેશને સ્થગિત કરી દીધો સુપ્રીમ કોર્ટે

11 January, 2020 11:46 AM IST  |  Mumbai Desk

સાયરસ મિસ્ત્રીને ફટકોઃએનસીએલએટીના આદેશને સ્થગિત કરી દીધો સુપ્રીમ કોર્ટે

તાતા સન્સમાંથી હકાલપટ્ટી કરાયેલા સાયરસ મિસ્ત્રીએ લાંબી કાનૂની લડત બાદ અંતે એનસીએલએટીમાં કેસ જીતીને ફરી ચૅરમૅનપદ મિસ્ત્રીને આપવા માટે તાતા સમૂહને આદેશ આપ્યો હતો. જોકે તાતા સન્સ અને રતન તાતાની સાથે સમગ્ર તાતા સમૂહની કંપનીઓ જેમાં સાયરસ મિસ્ત્રી પાસે ડાયરેક્ટરપદ હતું એ બધી કંપનીઓએ સુપપ્રીમ કોર્ટમાં એનસીએલએટીના આદેશ વિરુદ્ધ અરજી કરી હતી અને અંતે આજે સુપ્રીમે તાતા સન્સને રાહત આપી છે.

તાતા સન્સની તરફેણમાં પ્રારંભિક સુનાવણી કરતા એનસીએલએટીના આદેશને હાલપૂરતો સ્થગિત કર્યો છે. તાતા સન્સની અરજી પર સુપ્રીમે વચગાળાના ચુકાદા તરીકે એનસીએલએટીના આદેશ પર રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીના વકીલને કહ્યું છે કે તેઓ એનસીએલએટીના ચુકાદા પર અપેલેટ ટ્રિબ્યુનલની સત્તા અને તેમના ચુકાદા આપવાના હક્ક સાબિત કરે. જોકે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેએ પાલનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીને એક નોટિસ ઈશ્યુ કરીને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
તાતા સન્સ તરફથી હરીશ સાલવે અને અભિષેક મનુ સિંઘવી જેવા દિગ્ગજ વકીલોએ પક્ષ રજૂ કરતાં દલીલ કરી કે તેમની પાસે બીજા દેશની નાગરિકતા પણ છે. તેમણે ચૅરમૅનપદનો ઘણી વખત દુરુપયોગ કર્યો અને અન્ય સંબંધિત ટોચના પક્ષકારોનાં મંતવ્ય લીધા વગર અનેક નિણેય કર્યા છે જેની નુકસાની કંપનીએ ભોગવવી પડી છે.

સીઈઓ ચંદા કોચર અને તેમના પરિવારની ૭૮ કરોડની સંપત્તિ જપ્ત

પ્રવર્તન નિર્દેશાલયે આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચર અને તેમના પરિવારની સંપત્તિ જપ્ત કરી છે. કુલ ૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં મુંબઈનો એક ફ્લૅટ અને ચંદા કોચરના પતિની કંપનીની પ્રૉપર્ટી પણ સામેલ છે.
જણાવી દઈએ કે ઈડીએ ગયા વર્ષે ચંદા કોચર, તેમના પરિવાર અને વિડિયોકૉન ગ્રુપના વેણુગોપાલ ધૂતની મુંબઈ અને ઔરંગાબાદના ઠેકાણાંઓ દરોડા પાડ્યા હતા. પ્રવર્તન નિર્દેશાલયે આ વર્ષની શરૂઆતમાં ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર સહિત અન્ય વિરુદ્ધ આઇસીઆઇસીઆઇ બૅન્ક દ્વારા વિડિયોકૉન ગ્રુપને ૧૮૭૫ કરોડ રૂપિયાનાં દેવાંને મંજૂરી આપવાના મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ અંતર્ગત ગુનાહિત કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇના એફઆઇઆરના આધારે પ્રવર્તન નિર્દેશાલયે કાર્યવાહી કરી હતી.
સીબીઆઇએ આ મામલે આ ત્રણે અને ધૂતની કંપનીઓ વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ અને વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. સીબીઆઇના એફઆઇઆરમાં સુપ્રીમ એનર્જી અને દીપક કોચરના નિયંત્રણવાળી ન્યુ પાવર રિન્યુએબલ્સનું નામ પણ છે. સુપ્રીમ એનર્જીની સ્થાપના ધૂતે કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ષડ્યંત્ર, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

business news