SBIના ગ્રાહકો થઈ જાવ સાવધાન, આ રીતે હૅક થઈ શકે છે તમારુ અકાઉન્ટ

03 July, 2019 03:25 PM IST  |  દિલ્હી

SBIના ગ્રાહકો થઈ જાવ સાવધાન, આ રીતે હૅક થઈ શકે છે તમારુ અકાઉન્ટ

ભારતીય સ્ટેટ બેન્ક આ દેશની સૌથી મોટી બેન્ક છે, જેમાં દેશના મોટા ભાગના લોકોના સેવિંગ અકાઉન્ટ છે. SBI હંમેશા હેકર્સ અને ફ્રોડ કરનાર લોકોના નિશાને રહે છે, કારણ કે તેમને લાગે છે કે મોટા ભાગના લોકો પાસે SBIનું સેવિંગ અકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ હશે જ. હાલના સમયમાં મોટા ભાગના હેકર્સ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી રહ્યા છે. અને તેમના ATM કાર્ડને બદલવા કે મોબાઈલ સિમ કાર્ડ સ્વે જેવા દાખલા સામે આવી રહ્યા છે.

ફોન કોલથી થતા હેકિંગ વિશે ખુદ SBIના કર્મચારીઓ ખુલાસા કરી રહ્યા છે, અને ATM પિન, ઓટીપી, ક્રેડિટ કાર્ડ નંબર જેવી માહિતી આપવાન ના પાડી રહ્યા છે. જો તમને પણ કોઈ ફોન આવે અે આ માહિતી આપે તો તેને ખાનગી માહતી ન આપશો. તમારે આવા ફ્રોડ કરનાર લોકોથી સાવચેત રહેવું જરૂરી છે.

આજે અમે તમને જણાવીશું કે આ ફ્રોડ કેવી રીતે થાય છે, જેથી આ પ્રકારની ઘટનાઓથી તમે બચી શકો, અને તમારી મહેનતના પૈસા સુરક્ષિત રહી શકે.

1) ફ્રોડ કરનાર લોકો SBIની બ્રાંચમાંથી હોવાનો દાવો કરીને કૉલ કરે છે, આવા ફોન મોટેભાગે લેન્ડલાઈનથી આવે છે.


2) આવી જાળ બિછાવનાર લોકો પાસે પહેલેથી જ તમારું નામ, જન્મતારીખ, બેન્ક અકાઉન્ટ સાથે લિંક્ડ મોબાઈલ નંબર હોય છે, જેથી તમને ફોન કરનાર વ્યક્તિ બેન્કમાંથી જ હોવાનો વિશ્વાસ આવે છે.


3) કૉલ કરનાર વ્યક્તિ તમને તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બ્લોક થવાનું છે એમ કહીને ડરાવી શકે છે, તે તમને કહે છે કે તમે બેન્કને કેટલીક માહિતી ન આપી તો કાર્ડ બ્લોક થઈ શકે છે.

4) ફ્રોડ કરનાર લોકો તમારી પાસે ID, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી અને તમારા કાર્ડ તેમ જ બેન્ક અકાઉન્ટને અનબ્લોક કરવા માટે અથવા બેન્કિંગ રેકોર્ડમાં તમારી માહિતી અપડેટ કરવા માટે માગી શકે છે.

5) કેટલાક લોકો એવું કરી શકે છે કે માહિતી અપડેટ કર્યા બાદ તમારું કાર્ડ અપગ્રેડ થઈ જશે.

6) ફ્રોડ લોકો ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તમને ઓટીપી આપવા માટે કહી શકે છે.

આ પણ વાંચોઃ સેમસંગ ઑક્ટોબર સુધીમાં 1000 ભારતીય કર્મચારીઓને છૂટા કરશે

7) એક વાર જો તમે ઓટીપી આપી દીધો તો તે તમારા ઓનલાઈન બેન્કિંગ અકાઉન્ટ હૅક કરી લે છે અને દેશ વિદેશમાં રહેલા તમારા તમામ બેલેન્સને અન્ય બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.

8) ધ્યાન આપવા જેવી વાત એ છે કે બેન્કનો કોઈ પણ કર્મચારી ક્યારેય ગ્રાહક પાસે ફોન કરીને પર્સનલ માહિતી માગતો નથી.

state bank of india tech news business news