સેમસંગ ઑક્ટોબર સુધીમાં 1000 ભારતીય કર્મચારીઓને છૂટા કરશે

નવી દિલ્હી | Jul 03, 2019, 11:46 IST

ચીની કંપની સામેની હરીફાઇમાં ટકી રહેવા કરેલો નિર્ણય: હાલ 20 હજાર ભારતીયો સેમસંગ મોબાઇલ ફોન કંપનીમાં કાર્યરત છે

સેમસંગ ઑક્ટોબર સુધીમાં 1000 ભારતીય કર્મચારીઓને છૂટા કરશે
સેમસંગ

સસ્તા અને ટકાઉ મોબાઇલ ફોન પૂરા પાડવામાં ચીનની કંપનીઓ અન્ય વિદેશી કંપનીઓને જોરદાર ટક્કર આપી રહી છે. એનો બોલતો પુરાવો એ છે કે કોરિયન કંપની સેમસંગ એક હજાર ભારતીય કર્મચારીને છૂટા કરશે એવી માહિતી મળી હતી.

સેમસંગ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે હાલ વીસ હજાર ભારતીયો સેમસંગ કંપની સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં ૧૫૦ કર્મચારીને છૂટા કરાયા છે. આ વર્ષના ઑક્ટોબર સુધીમાં કુલ ૧૦૦૦ ભારતીય કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય કંપનીએ લીધો હતો. સેમસંગે પોતાના માર્જિન અને પ્રોફિટ વધારવા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

જોકે આ પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ફાઇવ-જીનું વિશાળ નેટવર્ક ઊભું કરવા અમે ભારતમાં માતબર મૂડીરોકાણ કરીને સૌથી મોટી ફૅક્ટરી નાખી રહ્યા છીએ. અત્યારે કંપનીમાં વીસ હજાર ભારતીયો કામ કરી રહ્યા છે.

એમાંથી જેમની કામગીરી સંતોષકારક નથી એવા એક હજાર લોકોની યાદી સંબંધિત વિભાગના વડાને આપી દેવામાં આવી છે અને ક્રમશઃ આ લોકોને છૂટા કરી દેવામાં આવશે. અત્યાર પહેલાં આવા બિનકાર્યક્ષમ લોકોને એક કરતાં વધુ વખત ચેતવણી આપવામાં આવી હતી અને એ લોકો પોતાની કાર્યક્ષમતા વધારે એવી અપેક્ષા પણ રાખવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK