RBI ટુંક સમયમાં બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ

25 December, 2018 06:29 PM IST  |  New Delhi

RBI ટુંક સમયમાં બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ

આરબીઆઇ આ પહેલા 10, 50, 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડી ચૂકી છે. (ફાઇલ)

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ટુંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, જેમાં એક્સ્ટ્રા ફીચર્સ સામેલ કરવામાં આવશે. આ જાણકારી આરબીઆઇના એક દસ્તાવેજ અનુસાર સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇ આ પહેલા 10, 50, 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડી ચૂકી છે. આ સાથે જ નોટબંધી પછી આરબીઆઇએ 500 અને 2000 રૂપિયાની નવી નોટો પણ જાહેર કરી હતી. નવા લુકવાળી નોટોને મહાત્મા ગાંધી (નવી) સીરીઝ હેઠળ નવેમ્બર 2016થી બહાર પાડવામાં આવી રહી છે. આ નોટો પહેલા બહાર પાડવામાં આવેલી નોટની સરખામણીએ આકારમાં અને ડિઝાઇનમાં ઘણી અલગ છે.

500 અને 1000 રૂપિયાની પ્રતિબંધિત નોટો ઉપરાંત, જૂની સીરીઝ હેઠળ જાહેર કરવામાં આવેલી નોટો પણ માન્ય રહેશે. આરબીઆઇની ડેટાબેંક પ્રમાણએ 31 માર્ચ, 2016 સુધી બજારમાં 20 રૂપિયાની 4.92 બિલિયન નોટ સર્ક્યુલેશનમાં હતી. માર્ચ 2018 સુધી આ સંખ્યા બેગણાથી પણ વધીને લગભગ 10 બિલિયન થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે 20ની નોટોની સંખ્યા માર્ચ 2018 સુધી બજારમાં પ્રચલિત નોટોની કુલ સંખ્યાનો 9.8 ટકા હિસ્સો છે.

reserve bank of india