RBIએ ચાર બેન્ક પર લગાવ્યો 11 કરોડનો દંડ

05 March, 2019 12:29 PM IST  | 

RBIએ ચાર બેન્ક પર લગાવ્યો 11 કરોડનો દંડ

આરબીઆઈ

સ્વિફ્ટ મેસેજિંગ સૉફ્ટવેર પર ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ)ના નિર્દેશોનું પાલન નહીં કરવાના કારણે રિઝર્વ બેન્કે ચાર બેન્ક પર કુલ 11 કરોડ રૂપિયોનો દંડ લગાવ્યો છે. આ ચાર બેન્ક છે કર્ણાટક બેન્ક, યૂનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક(આઈઓબી) અને કરૂર વૈશ્ય બેન્ક. સૌથી વધારે ચાર કરોડ રૂપિયાનો દંડ કર્ણાટક બેન્ક પર લગાવ્યો. યૂનાઈટેડ બેન્ક અને આઈઓબી બન્ને પર ત્રણ-ત્રણ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને કરૂર વૈશ્ય બેન્ક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

કર્ણાટક બેન્કે શૅરબજારને આપેલી સૂચનામાં કહ્યું કે સ્વિફ્ટ સંબંધી ચાર ઓપરેટિંગ નિયંત્રણોને વિલંબથી લાગૂ કરવાના કારણે એના પર દંડ ફટકારવામાં આવ્યો છે. યૂનાઈટેડ બેન્કે પણ એક અલગ સૂચનામાં કહ્યું કે સ્વિફ્ટ સંબંધી ઓપરેટિંગ નિયંત્રણોને મજબૂત કરવા અને એના પર સમયસર અમલીકરણ અંગેની સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે દંડ કરવામાં આવ્યો છે. દંડ 14 દિવસની અંદર ચુકવવો પડશે.

reserve bank of india